એપ્રિલ પછી ગોચર ગ્રહોના પરિવર્તનના લીધે ઘણી રાહત થતી જોવા મળશે

તા ૨૬.૧૨.૨૦૨૧ રવિવાર, સંવંત ૨૦૭૮ માગશર વદ સાતમ, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર, આયુષ. યોગ , વિષ્ટિ કરણ આજે સવારે ૧૧.૧૩ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) રહેશે ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ).
મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો.
વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય.
કર્ક (ડ,હ)       : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) :  તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.
મકર (ખ,જ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
કુંભ (ગ ,સ,શ) : તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.
મીન (દ,ચ,ઝ,થ): જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

  • જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

સફલા એકાદશી નામ મુજબ જ સફળતા અપાવનારી છે
 
અગાઉ લખ્યા મુજબ કાનપુરના વેપારી પિયુષ જૈન પાસેથી ૧૭૭ કરોડ ઉપરાંતની નકદ રકમ અધિકારીઓને મળે છે. આ પ્રકારના અનેક કિસ્સા હાલમાં પ્રકાશમાં આવી રહ્યા છે. આજરોજ ભાનુસપ્તમી છે. સોમવારે કાલાષ્ટમી છે, મંગળવારે સૂર્ય પૂર્વષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે જયારે ગુરુવારે સફલા એકાદશી આવી રહી છે અને શુક્ર મહારાજ વક્ર ગતિએ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. સફલા એકાદશી નામ મુજબ જ સફળતા અપાવનારી છે. આ એકાદશીએ સૂર્ય પૂજાનું ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. સૂર્યદેવ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે એટલે તેમને સૂર્ય નારાયણ પણ કહેવામાં આવે છે. માગશર મહિનાના સ્વામી સૂર્ય જ હોવાથી આ દિવસે ઉગતા સૂર્યને જળ ચઢાવવું જોઇએ. તે પછી ચંદન, ચોખા, ફૂલ, ફળ, ગંગાજળ, પંચામૃત અને ધૂપ-દીપથી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા અને આરતી કરીને ભગવાનને ભોગ ધરાવવો જોઇએ. ગોચર ગ્રહોની વાત કરીએ તો વર્ષ ૨૦૨૨ માં એપ્રિલ માસમાં દિગ્ગજ ગ્રહો રાહુ-કેતુ-શનિ અને ગુરુ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. લાંબા ગાળે રાશિ પરિવર્તન કરતા આ ગ્રહો એપ્રિલ-૨૦૨૨માં ફરી રહ્યા છે જે વર્ષ ૨૦૨૨ને બે ભાગ માં વહેંચશે.એપ્રિલ સુધીનો સમય અને એપ્રિલ પછીનો સમય. આ બંને સમયગાળા માં ઉડીને આંખે વળગે એવો ફેરફાર જોવા મળશે. ખાસ કરીને એપ્રિલ પછી ગોચર ગ્રહોના પરિવર્તનના લીધે ઘણી રાહત થતી જોવા મળશે.