ગજકેસરી યોગ ઘણા રસ્તેથી ધન આપે છે

મેષ (અ,લ,ઈ) : ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સમય ઘણો સારો રહે.
વૃષભ (બ,વ,ઉ) : આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં આવે,આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આંતરિક અને બાહ્ય જીવન વચ્ચે બેલેન્સ કેળવી શકો,શુભ દિન.
સિંહ (મ,ટ) : હિતશત્રુઓથી સાવધ રહેવું પડે,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો અને વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે શુભ.
તુલા (ર,ત) : દિવસ આરામથી પસાર કરી શકો,નવા વિચારોને અમલમાં મૂકી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,ધાર્યા કામ પાર પડે.
મકર (ખ ,જ ) : તમારી મહેનતનું સારું પરિણામ મળે,તમારી સરાહના થાય.
કુંભ (ગ ,સ,શ ) : નિયમિત જીવન કરવું જરૂરી છે,વધુ પડતી દોડધામ ટાળવા સલાહ.
મીન (દ ,ચ ,ઝ ,થ): લોકો પાસેથી સિફતથી તમારું કામ લઇ શકો,લાભદાયક દિવસ.

આજરોજ બુધવારે સાંજે ચંદ્ર મહારાજ કુંભમાં પ્રવેશ કરશે જેથી વિષયોગ સમાપ્ત થશે અને ગુરુ સાથે ચંદ્ર આવવાથી ગજકેસરી યોગ શરુ થશે. ગજકેસરી યોગમાં જન્મેલા લોકો પાસે પોતાનો દૃષ્ટિકોણ અન્યને સમજાવવાની અને બીજાના દૃષ્ટિકોણને સમજવાની ક્ષમતા હોય છે. જે લોકોની કુંડળીમાં ગજકેસરી યોગ હોય છે તેમને ઘણા રસ્તેથી ધન પ્રાપ્ત થાય છે. ગજકેસરી યોગ વાળા લોકોને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળે છે અને તેઓ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયત્ન પણ કરે છે. આવા લોકો વહીવટી સેવાઓ અથવા રાજકારણમાં પરદા પાછળ રહી દોરી સંચાર કરે છે. ગજકેસરી યોગ વાળા લોકોનું પારિવારિક જીવન સુખી હોય છે. જો પહેલા ઘરમાં ગજકેસરી યોગ બને તો જાતકનું વ્યકતિત્વ સારું બને છે. બીજા ઘરમાં ગજકેસરી યોગ બનવાને કારણે વ્યક્તિને જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. ત્રીજા ઘરમાં ગજકેસરી યોગ વ્યક્તિને હિંમતવાન બનાવે છે. ચોથા ઘરમાં આ યોગ વ્યક્તિને હોશિયાર બનાવે છે અને રહેવા બંગલા જેવું મકાન આપે છે. પાંચમા ઘરમાં ગજકેસરી યોગ વ્યક્તિને શિક્ષણ અને પ્રેમના ક્ષેત્રમાં સફળતા આપે છે. સાતમા ઘરમાં ગજકેસરી યોગની રચના વ્યક્તિને જાહેરજીવનમાં સફળતા આપે છે. નવમા ઘરમાં આ યોગ ભાગ્યના દરવાજા ખોલી આપે છે તો દશમે શ્રેષ્ઠ કારકિર્દી આપે છે અને અગિયારમે ખુબ આવક આપનાર બને છે. ખાડાના સ્થાનોમાં આ યોગનું પરિણામ કપાય છે.

રોહિત જીવાણી