થોડા સમય માટે લક્સરીએસ વાસ્તુના વેચાણમાં કમી આવતી જોવા મળે

મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ) : પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો.શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય.
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.

અગાઉ લખ્યા મુજબ ચંદ્ર શનિ વિષયોગમાં અનેક જગ્યા એ ટ્રાફિકની સમસ્યા જોવા મળી તો યુએસમાં બરફના તોફાનને કારણે 4700 ફ્લાઇટ રદ્દ કરવામાં આવી જયારે 12,500 ફ્લાઇટ મોદી પડી તો પ્રધાનમંત્રી મોદીજીના કાફલાને પણ પ્રદર્શનકારીઓને કારણે રોડ બ્લોક હોવાથી પાછા ફરવું પડ્યું. મિત્રો ચંદ્ર શનિ જયારે સાથે અસરમાં આવે છે ત્યારે તે પ્રવાહિતાથી ઘટનાને આગળ વધવા દેતા નથી તેમાં અવરોધ ઉભા કરે છે જે આગળના અંકમાં હું અત્રે જણાવી ચુક્યો છું. શુક્ર મહારાજનો અસ્ત થઇ ચુક્યો છે જે 12 જાન્યુઆરી સુધી અસ્તના રહેશે એ દરમિયાન કલા-સાહિત્ય-સીને જગત- નાટ્ય – શો બિઝનેસ અને શુક્રને લગતા ક્ષેત્રોમાં થોડી ઉદાસીનતા જોવા મળશે અથવા એ ક્ષેત્રના લોકો નિવૃત થતા કે દૂર જતા જોવા મળશે. થોડા સમય માટે લક્સરીએસ વાસ્તુના વેચાણમાં કમી આવતી જોવા મળે વળી આપણે એવા કામ માં ડૂબી જઈએ કે કલા-સંગીત- સાહિત્ય તરફ થોડા વિમુખ થઇ જઈએ. મકરસંક્રાંતિનું પર્વ નજીક આવી રહ્યું છે. આ વર્ષે મકરસંક્રાંતિની શરૂઆત રોહિણી નક્ષત્રમાં થાય છે જે શુભ સંકેત આપે છે. મકર સંક્રાંતિના દિવસે જ બુધ મહારાજ વક્રી બને છે અને 16 જાન્યુઆરીના રોજ સેનાપતિ મંગળ મહારાજ ધન રાશિમાં પ્રવેશ કરશે. મકરસંક્રાંતિ ફળ વિષે અલગ લેખમાં માહિતી આપીશ. આ પર્વ પર દાન ધર્મનું વિશેષ મહત્વ છે વળી આ વર્ષે મકરસંક્રાંતિ ઘણા શુભ સંયોગ લઈને આવી રહી છે માટે તેનું મહત્વ ઓર વધી જાય છે.

  • રોહિત જીવાણી