આજનું રાશિફળ

તા ૭.૧.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ પોષ સુદ પાંચમ, પૂર્વાભાદ્રપદા  નક્ષત્ર, વ્યતિપાત  યોગ, કૌલવ  કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ  કુંભ (ગ ,સ,શ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : સગા સ્નેહી મિત્રોથી લાભ થાય,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) :વેપારીવર્ગને સારું રહે,ખરીદ વેચાણમાં લાભ થાય.
મિથુન (ક,છ,ઘ) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ધાર્મિક કાર્ય થાય.
કર્ક (ડ,હ)            : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : દામ્પત્યજીવનમાં સારું રહે,અંગત સંબંધોમાં સારું રહે.
કન્યા (પ,ઠ,ણ) : હિતશત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
તુલા (ર,ત) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
વૃશ્ચિક (ન,ય) : જમીન મકાન વાહનસુખ સારું રહે,ભૌતિક સુખ પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મકર (ખ,જ) : તમારા સૌમ્ય વાણી વર્તનથી લાભ થાય,કાર્યસિદ્ધિ થાય.
કુંભ (ગ,સ,શ ) :  કામ કાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે .
મીન (દ,ચ,ઝ,થ): વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી