શ્રી મોદીના અપમાનથી ગુજરાતમાં તોફાન પહેલાની શાંતી

પંજાબમાં જયાંથી પાકીસ્તાનની બોર્ડર માત્ર 30 કી.મી. દુર છે તેવા સ્થળે દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કાફલાને રોકવાના પ્રયાસથી ગુજરાતભરમાં ભયંકર આક્રોશ છવાયો છે અને શ્રી મોદીના અપમાનથી ગુજરાતમાં તોફાન પહેલાની શાંતીનો અહેસાસ થઇ રહયો છે.
ગુજરાત પોતાના પનોતા પુત્ર અને રાષ્ટ્રને પ્રગતિની દીશામાં લઇ જતા શ્રી નરેન્દ્રભાઇના અપમાનને સહન નહી કરે તેવા પ્રત્યાઘાતો સાંભળવા મળીે રહયા છે જો વડાપ્રધાનનની સુરક્ષા માટે એસપીજી ન હોત તો આંતરરાષ્ટ્રીય સરહદથી સાવ નજીક એવા સ્થળે બનેલી ઘટનાથી અમરેલી સહિત ગુજરાતભરમાં આક્રોશભર્યો ધુંધવાટ છવાયો છે અને તે મામલે ગમે ત્યારે ભડકો થશે તેવો માહોલ હાલમાં દેખાઇ રહયા છે પંજાબમાં બનેલી આ ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પડઘા પડયા છે લોકોમાં પંજાબ પ્રત્યે રોષ ભભુકતો દેખાઇ રહયો છે અને એટલી હદે આ રોષ છે કે સોશ્યલ મીડીયામાં પણ આ મામલે વિવિધ પ્રકારે રોષ વ્યકત કરાઇ રહયો છે તો દેશના સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણીએ પણ પંજાબમાં સરકાર નિષ્ફળ ગઇ હોવાનું જણાવીને રાષ્ટ્રપતિ શાસન લાદવા પણ માંગણી કરી છે.
પોતાના પનોતા પુત્ર અને દુનિયાભરમાં દેશનું નામ ગૌરવથી લેવાતુ કરનારા શ્રી નરેન્દ્રભાઇ મોદીના આ અપમાન માટે જો ગુજરાત પંજાબીઓનો બહિષ્કાર કરવાનો પ્રારંભ કરે તો પણ પંજાબને મોટો ધકકો લાગશે અને તેનો દાખલો સ્વ.ઇન્દીરાજી છે જેમની હત્યાના બનાવમાં અનેક નિર્દોષ પણ ભોગ બન્યા હતા.