બાબરા, રાજુલા, કુંડલા યાર્ડોમાં હરરાજી બંધ

અમરેલી,અમરેલી જિલ્લામાં વાવાઝોડાની આગાહીનાં કારણે જિલ્લાભરનાં માર્કેટયાર્ડોએ ખેડુતોને માર્કેટયાર્ડમાં જણસો ન લાવવા અથવા તો ઢાંકીને પોતાની જવાબદારીએ લાવવા અનુરોધ કર્યો છે. તા.5 થી 12 સુધી આ પ્રતિબંધની નોંધ લેવા પણ ખેડુતોને જણાવ્યું છે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં કમૌસમી વરસાદ જેવુ વાતાવરણ સર્જાયુ છે તેથી ખેડુતોની ખેત જણસોને નુકશાન ન થાય તે માટે તા.7 શુક્રવારના રોજ વરસાદી વાતાવરણ હશે તો માલની હરરાજી કરવામાં આવશે નહી ખેડુતોએ માલ કે વાહનમાં જ રાખવાનો રહેશે તેમ સાવરકુંડલા માર્કેટયાર્ડ દ્વારા જણાવાયુ છે એ જ રીતે બાબરા માર્કેટયાર્ડના સુત્રોએ પણ જણાવ્યુ કે તા.7 શુક્રવારથી તા.9 રવિવાર સુધી 3 દિવસ કપાસ મગફળી તેમજ પરચુરણ જણસીની આવક થવા દેવામાં આવશે નહી અને હરરાજીનું કામકાજ સદંતર બંધ રહેશે આ રીતે જાહેરાત થઇ છે .