અંજારમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવો જરૂરી

અંજાર,
જિલ્લામાં કોરોના કેસોના પગરણના સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખીને તંત્ર દ્વારા વિવિધ ઉપરાંત, ડિસ્ટ્રીક્ટ, સીએસી, પી.એચ.સી. સહિતના સરકારી દવાખાના અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને તાત્કાલીક સારવાર સુવિધા ઉપલબ્ધ થાય તે માટેની તૈયારી કરવામાં આવી છે. ત્યારે અંજાર રેફુટલ હોસ્પિટલમાં ગત વર્ષે કોરોનાની લહેર ઓછી થવા બાદ માજી રાજ્યમંત્રી વાસણભાઇ આહીરની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરવામાં આવેલ છે. પરંતુ હાલ જાણવા મળતી માહિતી મુજબ ઓક્સિજન પ્લાન્ટમાં વપરાતી કોપરની એકની લાઇનની ચોરી 120 મીટર જેટલી થઇ ગયેલ છે. જેની હોસ્પિટલના સુપ્રટેન્ડે અધિકારી દ્વારા અંજાર પોલીસ સ્ટેશન ચોરીની ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યારે હાલ અંજાર શહેરમાં ધીમે ધીમે કોરોના કેસો આવી રહયા છે ત્યારે થોડા દિવસોમાં દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત ઉભી થશે તેથી તાત્કાલીક ઓક્સિજન પ્લાન્ટમાં નથી કોપરની લાઇન નાખીને ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરીને તેનું સ્ટેડીંગ કરવુ જરૂરી છે. તેમજ ઓક્સિજન પ્લાન્ટ ચલાવવા માટે ટેકનીકલ સ્ટાફ ન હોવાના કારણે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ચલાવવા આવી રહયા છે. ત્યારે જો ટેકનીકલ સ્ટાફ હોય તો ઓક્સિજન પ્લાન્ટની સાર સંભાળ તેમજ માવજત પણ સારી રીતે થઇ શકે જેથી તેનું આયુષ્ય વધી જતુ હોય છે તેથી ઓક્સિજન પ્લાન્ટ ઉપર તેમજ જાણવા મળતી માહિતી મુજબ આ ચોરીમાં જાણ ભેદનો હાથ હોય તેમ સૌ માં ચર્ચા થઇ રહી છે.