ભીષ્મ પિતામહે દેહત્યાગ માટે મકરસંક્રાંતિની રાહ જોઈ હતી

તા ૧૨.૧.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ પોષ સુદ દશમ, ભરણી   નક્ષત્ર, સાધ્ય  યોગ, વણિજ  કરણ આજે રાત્રે ૮.૪૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ).

મેષ (અ,લ,ઈ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.
વૃષભ (બ,વ,ઉ) : જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : આવકમાં વૃદ્ધિ થાય,લોકો માં આદર પ્રાપ્ત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ)            : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામકાજ માં સફળતા મળે.
તુલા (ર,ત) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : હિતશત્રુઓ થી સાવધાન રહેવું,નવા પરિચયમાં ખ્યાલ રાખવો.
ધન (ધ,ભ,ફ,ઢ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મકર (ખ,જ) : જમીન મકાન વાહનસુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
કુંભ (ગ,સ,શ ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,દિવસ લાભદાયક રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો,પ્રગતિ થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–નામ મુજબ જ પુત્રદા એકાદશી પુત્ર સુખ આપનારી છે
અગાઉ લખ્યા મુજબ પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂક વખતે અત્રે લખ્યા મુજબ આ વાત પહેલી નજરે દેખાય તેટલી સરળ નથી અને તેની ગંભીર નોંધ સુપ્રીમ કોર્ટે પણ લીધી છે. તો બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે અમેરિકાની દખલ સહન નહિ કરીએ તેમ રશિયાએ સ્પષ્ટ જણાવી દીધું છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો રાજા સૂર્ય મહારાજ બહુ જલ્દીથી પુત્ર શનિના ઘરની મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ભીષ્મ પિતામહે દેહત્યાગ માટે મકરસંક્રાંતિની રાહ જોઈ હતી તે સર્વ વિદિત છે.મકરસંક્રાંતિની સાથે સાથે કમુહૂર્તા ઉતરી જશે આ જ દિવસે વ્યાપારના કારક બુધ મહારાજ વક્રી થઇ રહ્યા છે.  ૧૩ તારીખ અને ગુરુવારે પુત્રદા એકાદશી આવી રહી છે. નામ મુજબ જ આ એકાદશી પુત્ર સુખ આપનારી છે. પોષ મહિનામાં આવતી એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે.આ દિવસે પુત્રરત્નની પ્રપ્તિ માટે વ્રત કરવું ફળદાયી નિવડે છે. નિસંતાન અને સંતાન સુખથી વંચિત દંપતિઓએ આ દિવસે ચોક્કસપણે વ્રત કરવું જોઇએ. આ દિવસે સંતાન ગોપાલ મંત્રના પાઠ કરવાથી પણ વિશેષ લાભ થાય છે.આ દિવસે વ્રત કરનાર લોકોએ દશમની તિથિથી જ સાત્વિક ભોજન કરવું જોઇએ. આ દિવસે ભગવાન વિષ્ણુ, ગોપાલ  કે કૃષ્ણમંત્ર શરૂ કરવા જોઇએ. એકાદશીના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કર્યા બાદ ભગવાન કૃષ્ણ પરમાત્માની પુજા કરવી જોઇએ. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાનનું મહત્વ છે. જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ગંગા જળને ન્હાવાના પાણીમાં ઉમેરીને તે પાણીથી સ્નાન કરવું જોઇએ.આ દિવસે પુત્રપ્રાપ્તિના સંકલ્પ સાથે કૃષ્ણ બાલસ્વરૂપની પૂજા કરત્વથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે.