સાવરકુંડલામાં ટ્રક બાઇક વચ્ચે અકસ્માતમાં બે ના મોત

સાવરકુંડલા, સાવરકુંડલાના ગિરધરવાવ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર સહિત 2 ના ઘટનાસ્થળે મોત થયા હતા આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગિરધરવાવ નજીક ટ્રકની આગળની સાઈડમાં બાઇક ઘુસી જતા બન્ને બાઇક સવારના વિશાલ રાજાભાઇ શર્મા ઉ.વ.25 અને દિવાભાઇ હાયરભાઇ શર્મા ઉ.વ.15 ના મોત નીપજ્યા હતા. મરનાર બને વ્યક્તિને પી.એમ અર્થે સાવરકુંડલા કે.કે. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા મૃત્યુ પામનાર બન્ને વ્યકિત સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામના વ્યકિત છે અકસ્માતની જાણ થતા પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પીએમ સહિતની તજવીજ હાથ ધરી હતી.