અમરેલીમાં જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા ધરણા

અમરેલી,પંજાબ સરકાર દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુક કરેલ તેના વિરોધમાં મૌન ધરણા કાર્યક્રમનું આયોજન અમરેલી જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા થયેલ હતું. જેમાં જિલ્લા કિસાન મોરચાનાં પ્રમુખ મેહુલભાઇ ધોરાજીયા, પ્રદેશ કિસાન મોરચાનાં કારોબારી સભ્યો મયુરભાઇ હી રપરા, બી.એમ.ચોવટીયા, જિલ્લા કિસાન મોરચાનાં પ્રભારી ભરતભાઇ ધામે લીયા, જિલ્લા મંત્રીઓ કેતનભાઇ ઢાકેચા, રોહીતભાઇ કારેલા, પરશોતમભાઇ રાખોલીયા, ખેડુત અગ્રણીઓ રાકેશભાઇ સાવલીયા, એ.વી.આકોલીયા, જયસુખભાઇ તળાવીયા, પુર્વ સરપંચ જશવંતગઢ મોતીભાઇ કાનાણી, કલ્પેશભાઇ વોરા, જયસુખભાઇ ડાભી, કિસાન મોરચાનાં કાર્યકરો વગેરે હાજર રહેલ. આ કાર્યક્રમને સમર્થન આપવા અમર ડેરીનાં ચેરમેન અશ્ર્વીનભાઇ સાવલીયા, વાઇસ ચેરમેન મુકેશભાઇ સંઘાણી, પ્રદેશ મહીલા મોરચાનાં ભાવનાબેન ગોંડલીયા, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ દિલલીપભાઇ સાવલીયા, ઉપપ્રમુખ વનરાજભાઇ કોઠીવાળ, નગરપાલિકાનાં પ્રમુખ સંજયભાઇ રામાણી (ચંદુ ભાઇ), ઉપપ્રમુખ રમાબેન મહેતા, કારોબારી ચેરમેન સુરેશભાઇ શેખવા, ટાઉન પ્લાનીંગ ચેરમેન પીન્ટુભાઇ કુરૂન્દલે, જિલ્લા યુવા મોરચાનાં પ્રભારી દિવ્યેશભાઇ વેકરીયા, અમરેલી શહેર ભાજપ પ્રુમખ ભાવેશભાઇ સોઢા, મહામંત્રી રાજેશભાઇ માંગરોળીયા, ઉપપ્રમુખ વિરલ વિરપરા, મહિલા મોરચાનાં રેખાનાબેન માવદીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઇ સાનેપરા, નગરપાલિકાનાં સભ્યો સંજયભાઇ માલવીયા, ગોપાલભાઇ ઝાલાવડીયા, દિલાભાઇ વાળા , શહેર યુવા મોરચાનાં મહામંત્રી જતીનભાઇ, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન તુષારભાઇ જોષી વગેરેએ મુલાકાત લીધેલ.