ભારતને પાડોશી દેશો સાથે સારા સંબંધોનું સુખ નજીકના ભવિષ્યમાં દેખાતું નથી

મેષ (અ,લ,ઈ) : તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે..
કર્ક (ડ,હ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,શુભ દિન.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
કુંભ (ગ ,સ,શ ) : કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

અગાઉ લખ્યા મુજબ ભારતને પાડોશી દેશો સાથે સારા સંબંધોનું સુખ નજીકના ભવિષ્યમાં દેખાતું નથી. શ્રીલંકા જેવા પાડોશી દેશ ચીનની ચાલમાં આવી પતન નોતરી ચુક્યા છે અને ધીમે ધીમે ચીન તેની પોલિસી અનુસાર ત્યાં પગપેસારો કરી રહ્યું છે જે ભારત માટે કોઈ પ્રકારે ઇચ્છનીય નથી. જે રીતે ચીન પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે એ જ ચાલ તે શ્રીલંકા સહીત અન્ય દેશમાં ભારત વિરુદ્ધ કરી રહ્યું છે, અને જમીન તથા સમુદ્ર બંને પર પોતાનું પ્રભુત્વ વધારવા માંગે છે કેમ કે તેની નીતિ હંમેશા વિસ્તારવાદી રહી છે. જો કે અત્રે અગાઉ લખ્યા મુજબ ભારતના આર્મી ચીફે ચીનને ગર્ભિત ભાષામાં ઘણું કહ્યું છે જે આગામી દિવસોનો તાગ આપે છે. આજરોજ ગુરૃવારને પુત્રદા એકાદશી છે. આવતીકાલે 14 તારીખે મકરસંક્રાંતિ આવી રહી છે.ઉત્તરાયણથી દેવતાઓનાં દિવસની શરૂઆત થાય છે અને અસુરોની રાત્રિ શરૂ થાય છે. જ્યારે દક્ષિણાયનથી દેવતાઓની રાત્રિની શરૂઆત થાય છે અને અસુરોનો દિવસ શરૂ થાય છે. ઉત્તરાયણથી દેવતાઓનો દિવસ શરૂ થતો હોવાથી તે તમામ શુભ કાર્યો માટે શ્રેષ્ઠ ગણાય છે.ઉત્તરાયણનો સમય આત્માની ઉર્ધ્વ ગતિ માટે પણ શ્રેષ્ઠ ગણાય છે. ગ્રહોના રાજા સૂર્ય ઉત્તર તરફ જતા હોય આ ઉત્સવ ઉજવાય છે તેના ગુણધર્મ જોઈએ તો તેના કાર્ય ક્ષેત્રમાં સત્તા, અધિકાર, હિમ્મત, બળ, સરકારી સેવા સાથે સંકળાયેલી બાબતો આવે છે. બધીજ ધાતુઓમાં સુવર્ણ ઉપર તેનો વિશેષ પ્રભાવ હોય છે,માનવ શરીરમા હાડકા ઉપર પ્રભુત્વ ધરાવે છે. સુર્ય અગ્ની તત્વ ધરાવે છે. તેને પુરુષ જાતીનો કહેવાય છે.

  • રોહિત જીવાણી