૩૧ મે સુધી અમદાવાદ એરપોર્ટ ૯ કલાક માટે બંધ રહેશે

અમદાવાદ એરપોર્ટને લઈ મહત્ત્વની ખબર સામે આવી રહી છે. આ ખબર એટલા માટે પણ ખાસ છે કે જે લોકો આજથી ૩૧ મે સુધીમાં પ્લેનની સવારી કરવાના છે. કારણ કે ૧૭ જાન્યુઆરીથી ૩૧ મે સુધી એરપોર્ટ ૯ કલાક માટે બંધ રહેશે. જણાવી દઇએ કે, ૧૭ જાન્યુઆરીથી ૩૧ મે સુધી સવારે ૯ થી સાંજે ૬ સુધી રન-વે રિકાપેંટિગની કામગીરી થશે. માટે આ દિવસો દરમિયાન દરેક લાઈટો સવારે ૮ પહેલા અને સાંજે ૬ વાગ્યા બાદ જ ઓપરેટ કરવામાં આવશે. આ સમગ્ર મામલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અગાઉથી જ જાણકારી આપી દૃેવામાં આવી છે. જેથી મુસાફરોને વધારે તકલીફ ન પડે. જણાવી દઇએ કે, ૨૧ મે સુધી ૩૩ જેટલી લાઈટોને પણ બંધ કરી દૃેવામાં આવી છે. ઉપરાંત ૩૧ મે સુધી ૧૫ જેટલી લાઈટોને રિ-શિડ્યૂલ કરી દૃેવામાં આવી છે. રન-વે પર રિકાપેંટિગની કામગીરી ચાલી રહી છે જેથી આ શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે લોકોએ એડવાન્સ બુકીંગ કરાવી દૃીધું છે તેમને તકલીફ ન પડે તે માટે લાઈટો મર્જ કરવવામાં આવશે. ખાસ કરીને સ્ટાર એરની કિશનગઢ અને ટૂ જેટની પોરબંદર કંડલા લાઈટને બંધ કરી દૃેવામાં આવશે. ઉપરાંત ટૂ જેટની જેસલમેર લાઈટના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે રિકાપેંટિગની કામગીરીથી એર ઈન્ડિયાની કોઈ પણ લાઈટ રદ નહી કરવામાં આવે.અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી ૩૧ મેં સુધી બંધ રહેશે. જેમાં એરપોર્ટ રન વેના રિકાપેંટિગની કામગીરીને કારણે અમદાવાદ એરપોર્ટ દરરોજ ૯ કલાક બંધ રહેશે. તેથી અમદાવાદ એરપોર્ટ સાડા ચાર મહિના બંધ રહેવાથી ૩૩ લાઇટ રદ કરાઇ છે. તથા અન્ય ૧૫ લાઈટોનું રિશિડ્યુલ કરવામાં આવ્યું છે.