ભારતનો નાગરિક વિશ્ર્વ નાગરિક બનતો જાય છે

મેષ (અ,લ,ઈ) : પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

અગાઉ લખ્યા મુજબ મંગળ કેતુ વૃશ્ચિકમાં હતા તેની અસર નીચે અનેક બ્રેકઅપ નોંધવામાં આવ્યા જેમાં ખાસ કરીને 18 વર્ષના દામ્પત્યજીવન બાદ અલગ થઇ રહેલા ફિલ્મસ્ટાર ધનુષ અને ઐશ્વર્યા ખાસ ચર્ચામાં છે. હવે મંગળ મહારાજ મૂળ નક્ષત્રમાં અને ધન રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે મંગળ રમતવીરો પર પ્રભુત્વ ધરાવે છે જેથી મૂળ નક્ષત્રનું લગ્ન ધરાવતા ઓસ્ટ્રેલિયાના ટેનિસ સ્ટારને નોવાકને દેશનિકાલનો સામનો કરવો પડ્યો છે તો બીજી તરફ વિરાટ કોહલી પણ હાલ કપ્તાની છોડવાના મુદ્દે ચર્ચામાં છે. મંગળ ધર્મની રાશિ ધનમાં આવવા સાથે અત્રે જણાવેલું કે આ સમયમાં કેટલાક વિરોધાભાસી બયાનો સામે આવે અને તેની ઉગ્ર ચર્ચા-આરોપ-પ્રત્યારોપ થવા લાગે તેવો માહોલ છવાયો છે. આ ઉપરાંત મંગળ અને અન્ય ગ્રહોની હાલની સ્થિતિના લીધે અબુ ધાબીમાં ઓઇલ ટેન્કરો પર ડ્રોન વડે હુમલા થયા છે અને હજુ આ સમયમાં કેટલાક પ્રદેશોમાં સંઘર્ષમય સ્થિતિ જોવા મળી શકે છે. વળી ભારતની જન્મકુંડળીમાં થી આઠમેથી પસાર થતા મંગળ મહારાજ શીર્ષસ્થ નેતૃત્વ માટે વધુ સલામતી રાખવાનું પણ સૂચન કરે છે. આપણી ષિ પરંપરાના આશીર્વાદથી ભારતનો નાગરિક વિશ્વ નાગરિક બનતો જાય છે અને સમગ્ર વિશ્વમાં ભારતીય પોતાની પ્રતિભાથી આગળ વધે છે અને જે દેશમાં જાય ત્યાંની સભ્યતા પ્રમાણે વર્તન કરે છે. ભારતનો નાગરિક વિશ્વના ખૂણે ખૂણે છે. વધુને વધુ પ્રતિભાવંત લોકો વિદેશ જઈ વસવાટ કરતા થયા છે જે ગૌરવની વાત છે પરંતુ આ બધી પ્રતિભાઓની અને સારા નાગરિકોની કમી ભારતને હંમેશા રહેશે તે પણ હકીકત છે.