અમરેલીમાં જેટની ગતિએ ઉંચકાતો કોરોના : છેલ્લા 24 કલાકમાં 76 કેસ

અમરેલી,
અમરેલીમાં પોલીસ તંત્ર દ્વારા માસ્કની કડક અમલવારીને કારણે બીજા જિલ્લા મથકો કરતા રેશીયો ઓછો છે છતા અમરેલીમાં જેટ ગતિએ કોરોના આગળ વધી રહયો છે અને છેલ્લા 24 કલાકમાં 76 કેસ નોંધાયા છે આ 76 કેસમાંથી 43 કેસ અમરેલીનાં છે જ્યારે બગસરા, ધારી, લાઠીમાં 3-3 કેસ, રાજુલા 6 તથા કુંકાવાવ 5 અને જાફરાબાદમાં 2 કેસ નોંધાયા છે અમરેલી જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા 257 થઇ છે અને 24 કલાક દરમિયાન જિલ્લામાં 3226 સેમ્પલો લેવાયા છે હાલમાં હોસ્પિટલમાં 9 લોકો સારવાર લઇ રહયા છે.