રાજુલા નજીક પીપાવાવની ખાનગી કંપનીના લેબર સુપરવાઇઝરની હત્યા કરી લાશ જમીનમાં દાટી દેવાઇ

રાજુલા, અમરેલી જિલ્લામાં આવેલ પીપાવાવ પોર્ટ વિસ્તારમાં મોટો ઉધોગ જોન આવેલો છે અહીં અનેક નાની મોટી કંપની ઓ ધમધમી રહી છે ત્યારે કોન્ટ્રક લોજીક કંપની આવેલી છે તેમના લેબર સુપર વાઇજર તરીકે કામ કરતા અનિલકુમાર આશારામ ત્યાગી રેહવસી યુપી ઉત્તરપ્રદેશના છે તેમની લાશ આજે કંપની પાછળ આવેલી એક જમીનમાં દાટેલી લાશ મળી આવી જોકે અહીં શંકાસ્પદ દ્રશ્ય જોવા મળતા સ્થાનીક સિક્યુરિટી દ્વારા પીપાવાવ મરીન પોલીસ ને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે પીપાવાવ મરીન ઇન્ચાર્જ પી.એસ.આઈ.ચાવડા સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો ઘટના લાશ બહાર નીકળતા હત્યા કરી હોવાનું સામે આવતા ડી.વાય.એસ.પી સહિત એલસીબી એસ.ઓ.જી સહિત પોલીસ ની અલગ અલગ ટીમો બનાવ સ્થળે દોડી ગઈ અને જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જોકે સમગ્ર મામલે પીપાવાવ પોલીસની તપાસમાં હત્યા કર્યા નું ખુલતા પીપાવાવ ઉધોગ જોન વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસ દ્વારા હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મૃતક ની લાશ ભાવનગર પી.એમ માટે ખસેડવામાં આવી છે અને મૃતક સાથે શુ બનાવ બન્યો હતો તેને લઈ પોલીસની અલગ અલગ ટુકડી ઓ પૂછ પરછ કરી ગુન્હો ડિટેકટ કરવા કામે લાગી છે હજુ સુધીમાં હત્યા પાછળ નું કોઈ ખાસ કારણ બહાર આવ્યું નથી.