સાવરકુંડલાના વાસીયાળીમાં યુવાનનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના વાસીયાળી ગામના કિશન નાથાભાઇ બગડા ઉ.વ.20 કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ વંડા અને વધુ સારવાર માટે અમરેલી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમિયાન મોત નિપજયાનું પિતા નાથાભાઇ ભુરાભાઇ બગડાએ વંડા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.