ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં સંડોવાયેલા ફેનિલ ગોયાણીની ત્રણ દિવસના રીમાન્ડ મેળવીને હત્યાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું

સુરત,
પાસોદરાની ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં સંડોવાયેલા ફેનિલ ગોયાણીની પોલીસે ધરપકડ કરીને ત્રણ દિવસના રીમાન્ડ મેળવીને આજે બપોરે હત્યાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યુ હતુ. ઉપરાંત જે સ્થળે ગ્રીષ્માની હત્યા કરી ત્યાં ફેનિલને લઇ જવાયો હતો, એ સમયે ફેનિલના ચહેરા ઉપર સહેજ પણ પસ્તાવો ન હતો. જે બિન્દાસ રીતે પોલીસને જવાબ આપતો હતો. હત્યારા ફેનિલને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરતા ચોકાવનારી વિગત બહાર આવીભલભલાના હાથના રૂવાડા ઉભા કરી દેનાર ગ્રીષ્મા હત્યા કેસમાં તપાસ કરતી પોલીસ અધિકારીઓની સઆઈટીની ટીમે હત્યારા ફેનિલની ધરપકડ કરીને રિમાન્ડ દરમ્યાન આજે સમગ્ર ઘટનાનું રિકન્ટ્રકશન કરાવ્યુ હતું. જેમાં સૌથી પહેલા તેને મોટા વરાછા માયો કાફે, કાપોદ્રાના સેવન સ્ટાર કાફે લઈ જવાયો હતો ત્યાંથી અમરોલી કોલેજ, ઘડીયાળ રિપેરીંગની દુકાને અને ત્યારબાદ ગ્રીષ્માની જ્યાં ગળુ કાપી નિનર્મ હત્યા કરી હતી, એ લક્ષ્મીધાસ સોસાયટીમાં તેના ઘર સામે લઈ જવાયો હતો. રિકન્સ્ટ્રકશન દરમ્યાન ફેનિલે કદમ ઠંડા કલેજે પોલીસ અધિકારીઓને ગીષ્માની હત્યા કેવી રીતે કરી તેણીને બંધક બનાવી હતી. ફરીથી કરી બતાવ્યું હતું. વધુમાં પોલીસ સુત્રો જણાવ્યું હતું કે ગ્રીષ્મા વેકરીયાના હત્યારા ફેનિલને સાથે રાખી કરવામાં આવેલ સમગ્ર ઘટનાના રિકન્સ્ટ્રકશન દરમ્યાન વધુ ક ચોકાવનારી વગત સપાટી ઉપર આવી છે. ફેનિલે ગ્રીષ્માની જાણ કોલેજમાં હત્યા કરવાનો હોય તેમ ગ્રીષ્માની અમરોલી કોલેજ પંંહોચી ગયો હતો. અને ત્યાં કોલેજની બહાર તેની બહેનપણીને ગ્રીષ્માને મળવુ છે, તેને બોલાવી લાવવા કહ્નાં હતું પરંતુ બહેનપણી ગ્રીષ્મા કલાસમાં છે, જે મળી શકશે નહી હોવાનું કહી તેને મેરેજમા ંજવાનું હોવાથી નીકળી ગઈ હતી. બીજી તરફ ગ્રીષ્માને ફેનિલ કોલેજમાં આવ્યો હોવાની ખબર પડતા તેની માસીને કોલેજમાં બોલાવી લીધી હતી, અને તેની માસીની સાથે ઘરે જતી રહી હતી. ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવાનું નક્કી કરીને જ કોલેજ ગયો હોય અને તેનો પ્લાન નિષ્ફળ ગયો હોય, એમ એક કલાક પછી ફરીથી ગ્રીષ્માના ઘર પાસે ગયો હતો, અને જયાં ગ્રીષ્માની હત્યાને આખરે અંજામ આપ્યો હતો.