ઈમરાન ખાને પાકિસ્તાનના ૩ ટુકડા થવાની ભીતિ વ્યક્ત કરી

રાજકીય સંકટ વચ્ચે ઈમરાન ખાનનો એક નવો ઈન્ટરવ્યુ સામે આવ્યો છે. પાકિસ્તાનની ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાનખાને ૩૦ મિનિટની અંદર સાત વખત ભારતનું નામ લીધું અને દરેક વખતે ભારતના વખાણ કર્યા. ઈમરાને પાકિસ્તાનના ત્રણ ટુકડા થઈ જવાનો પણ ભય વ્યક્ત કર્યો હતો. ઈમરાનખાને ભારતની વિદૃેશનીતિ, ભારતના પાસપોર્ટ અને વિઝા સહીત પાકિસ્તાનના વિરોધપક્ષની વાતો કરી હતી. પણ ઈમરાનખાને તેના ઈન્ટરવ્યુમાં ભારત વિશે શું કહૃાું તે જાણીએ ? ભારત આપણાથી આગળ : ઈમરાનખાને ઈન્ટરવ્યુમાં પોતાના દૃેશની સ્થિતિ જણાવી. જૂના વડાપ્રધાનોની ટીકા કરી અને પછી પ્રગતિ માટે ભારતનો દૃાખલો બેસાડ્યો. તેમણે કહૃાું, ‘િંહદૃુસ્તાન આપણી સાથે આઝાદૃ થયું, પરંતુ આજે તે આપણાથી ઘણું આગળ નીકળી ગયું છે. આપણે ત્યા લાંચ, ભ્રષ્ટાચાર, નેતાઓ દ્વારા કરાતી અનેક પ્રકારની ગેરરીતિ આખા દૃેશને બરબાદ કરી દૃીધો છે. ભારતમાં મુસ્લિમોએ પાકિસ્તાન માટે વોટ આપ્યા: ઈમરાને કહૃાું, ‘હું પાકિસ્તાનના વિઝન માટે રાજકારણમાં આવ્યો છું. પરંતુ આ લોકોને (વિરોધીઓને) પાકિસ્તાનની પરવા નથી. ભારતના મુસ્લિમોએ અલગ દૃેશ પાકિસ્તાન માટે મત આપ્યો. તેમની વિચારસરણી પ્રતિભાશાળી હતી. તેમનુ એક સ્વપ્ન હતું. તેમણે વિચાર્યું કે મુસ્લિમોનો એવો દૃેશ બનાવીશું જે આખી દૃુનિયા માટે એક ઉદૃાહરણ બની જશે. પ્રામાણિક દૃેશ હોય. જ્યાં બધાને સમાન ન્યાય મળશે. લોકોને તેમનો હક્ક મળશે. સુરક્ષા મળશે. પણ આ ડાકુઓએ આપણને દૃુનિયામાં નામોશી અપાવી છે. તમે જુઓપ આપણા વિઝાનું શું મહત્વ છે અને પાડોશી દૃેશ ભારતના વિઝા વિશે વિશ્ર્વ શું વિચારે છે? ભારતીય વિદૃેશ નીતિની પ્રશંસા: ઈમરાને કહૃાું, ‘હિન્દૃુસ્તાનપ આપણી સાથે સ્વતંત્ર હતું. જરા તેમની વિદૃેશ નીતિ જુઓ. જ્યારે સોવિયેત યુનિયનનું શીત યુદ્ધ ચાલી રહૃાું હતું ત્યારે તે બિનજોડાણવાદૃી હતો. તેઓ સોવિયેત યુનિયન તેમજ અમેરિકા સાથે વાત કરી રહૃાા હતા. ભારતે અમેરિકાને ખુલ્લેઆમ કહૃાું હતું કે સોવિયત સંઘ સાથે પણ અમારા સંબંધો છે અને તમારી સાથે પણ અમારા સારા સંબંધો છે. ભારતની વિદૃેશ નીતિના કારણે આજે જુઓ કે ભારતના પાસપોર્ટનું શું સન્માન છે અને પાકિસ્તાનના પાસપોર્ટનું શું સન્માન રહૃાું છે? મને ધમકી આપે છે, ભારતને ધમકી આપવાની િંહમત નથી: પાકિસ્તાનના કેરટેકર પીએમએ કહૃાું, ‘મને ધમકી આપવામાં આવી હતી. તેમણે (અમેરિકા) કહૃાું- જો ઈમરાન ખાન આ અવિશ્ર્વાસ પ્રસ્તાવ જીતી જાય છે, તો દૃેશને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. યુરોપિયન યુનિયન અને અન્ય દૃેશોથી અલગ થવાનો પણ ખતરો હતો. પરંતુ જો ઈમરાનખાન હારી જશે તો અમે પાકિસ્તાનને માફ કરીશું. શું કોઈ ભારત માટે આવી ધમકી આપવાનું વિચારી શકે ? નાપ પરંતુ અમારા લોકોએ (નેતાઓએ) અમને એટલા બધા નીચા કરી દૃીધો છે કે લોકો અમને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહૃાા છે. ઈમરાનને ડર છે કે પાકિસ્તાનના ત્રણ ટુકડા થઈ શકે છે: ઈમરાનખાને પોતાના ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. કહૃાું, ‘હું સ્વતંત્ર વિદૃેશ નીતિ બનાવી રહૃાો છું. લોકો તેની સામે ષડયંત્ર રચી રહૃાા છે. બધા મુસ્લિમ દૃેશોને જુઓ. દરેક દૃેશ જેની પાસે મજબૂત સૈન્ય હતું તે નબળું પડી ગયું હતું. ઈરાક, ઈરાન, સીરિયા, લિબિયા, સોમાલિયાપ જેમની પણ સ્વતંત્ર વિદૃેશ નીતિ હતી. તેઓ બરબાદ થઈ ગયા. હવે આ તે છે જે તે અમારી સાથે કરવાનો પ્રયાસ કરી રહૃાો છે. જો આપણી પાસે મજબૂત સેના નથી, તો આ દૃુશ્મનો દૃેશના ત્રણ ટુકડા કરી શકે છે. એટલા માટે હું, ગમે તે થાય છતા, ક્યારેય મારી સેના વિરુદ્ધ બોલીશ નહીં.