અભિનેત્રી દીપિકા પાદૃુકોણે ચાહકો સાથે તેની યાદગાર કિસ્સો શેર કર્યો

બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી દીપિકા પાદૃુકોણે તાજેતરમાં ચાહકો સાથે તેના ૧૬મા જન્મદિવસને યાદ કરીને એક ખાસ કિસ્સો શેર કર્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને યાદ છે કે તેણે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડમાંથી ડેનિમની પહેલી જોડી ક્યારે ખરીદી હતી, તો તેણે એક ઘટના યાદ કરી. કેટલીક જૂની યાદૃોને યાદ કરતાં અભિનેત્રીએ કહૃાું, ‘મારા ૧૬માં જન્મદિવસ પર મારા માતા-પિતા દ્વારા મને મારા જીવનની પ્રથમ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ડેનિમ જીન્સ ભેટમાં આપવામાં આવી હતી. દીપિકાએ વધુમાં કહૃાું કે મને સારી રીતે યાદ છે કે મારા માતા-પિતા મને ડેનિમની પહેલી જોડી ખરીદવા માટે શાળા પછી તરત જ બેંગ્લોરના બ્રિગેડ રોડ પરના લેવિઝ સ્ટોર પર લઈ ગયા હતા, તે એક ક્ષણ.. જે હું ક્યારેય ભૂલીશ નહીં.” તમને જણાવી દઈએ કે, માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ વૈશ્ર્વિક સ્ટાર્સમાં પણ દીપિકા પાદૃુકોણ એક દૃાયકા કરતાં વધુ સમયથી નંબર વન પર કાયમ છે. અભિનેત્રીની અજોડ પ્રતિભા નેટીઝન્સને વિશ્ર્વાસપાત્ર બનવા અને ગ્રાઉન્ડેડ રહેવા પ્રેરણા આપે છે. આજે અભિનેત્રી ઘણી પ્રોડક્ટ્સની બ્રાન્ડ એમ્બેસેડર છે. એવું કહી શકાય કે દીપિકા પાદૃુકોણ ભારતીય સિનેમાની ગોલ્ડન ગર્લ છે, જેને નેશનલ અને ઈન્ટરનેશનલ બંને બ્રાન્ડ માટે પ્રથમ પસંદગી આપવામાં આવી છે. એવું લાગે છે કે દીપિકાએ વિશ્ર્વભરની કેટલીક અગ્રણી બ્રાન્ડ્સ પર પોતાનો જાદૃુ લગાવ્યો છે. અભિનેત્રી દીપિકાની વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેત્રીએ તાજેતરમાં િંકગ ખાનની શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણનું લાંબુ શેડ્યૂલ પૂર્ણ કર્યું છે, જેનું શૂિંટગ સ્પેનમાં થયું હતું. ઘણા વર્ષો પછી દીપિકા અને શાહરૂખ ફરી સાથે જોવા મળવાના છે. પઠાણ ફિલ્મ ઉપરાંત અભિનેત્રી પાસે આવનારા પ્રોજેક્ટ્સની લાંબી લાઇન છે. કેટલીક બોલિવૂડ ફિલ્મોઅને હોલીવુડમાં પણ અભિનેત્રી જોવા મળશે. ફાઈટર, મહાભારત, પ્રોજેક્ટ કે, ધ ઈન્ટર્ન રિમેકની સાથે દીપિકાના હોલીવુડ પ્રોજેક્ટની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહૃાા છે.