પાકિસ્તાનમાં તત્કાલ ચૂંટણીની ઈમરાન ખાને કરી માંગ

ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ(પીટીઆઈ) સરકાર સામે દૃેશની નેશનલ અસેમ્બલીમાં અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર મતદાન થયુ હતુ જેમાં ૧૭૪ સભ્યોએ એ પ્રસ્તાવના પક્ષમાં પોતાનો મત આપ્યો હતો અને ઈમરાન ખાન સરકારને પાકિસ્તાન સરકારને સત્તામાંથી બહાર ફેંકી દીધી હતી. પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા શહબાઝ શરીફે સોમવારે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. સેનેટના અધ્યક્ષ સાદિક સંજરાનીએ રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીની અનુપસ્થિતિમાં ૭૦ વર્ષીય શહબાઝને પદના શપથ અપાવ્યા. રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વી પીએમએલ-એન નેતાના શપથ લેતા પહેલા ’અસ્વસ્થતા’ના કારણે રજા પર જતા રહૃાા.સોમવારે પાકિસ્તાનના ૨૩માં પ્રધાનમંત્રી તરીકે શહબાઝ શરીફના શપથ લીધાના થોડા કલાકો બાદ જ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને દૃેશમાં તત્કાલ ચૂંટણીની માંગ કરી છે. પાકિસ્તાન તહરીફ-એ-ઈંસાફના અધ્યક્ષ ઈમરાન ખાને ટ્વિટર પર કહૃાુ, ’લોકોને નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીના માધ્યમથી નક્કી કરવા દો કે તે કોને પોતાના પ્રધાનમંત્રી બનાવવા માંગે છે.’ ’અમે તત્કાલ ચૂંટણીની માંગ કરી રહૃાા છે કારણકે આગળ વધવાની આ જ એકમાત્ર રીત છે – નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીના માધ્યમથી લોકોને નિર્ણય લેવા દો કે તે કોને પ્રધાનમંત્રી ઈચ્છે છે.’ વળી, સોમવારે અન્ય એક ટ્વિટમાં તેમણે કહૃાુ, ’બુધવારે હું પેશાવરમાં એક જલસો આયોજિત કરીશ – એક વિદૃેશી-પ્રેરિત શાસન પરિવર્તનના માધ્યમથી હટાવાયા બાદ આ મારો પહેલો જલસો હશે. હું ઈચ્છુ છુ કે અમારા બધા લોકો આવે કારણકે પાકિસ્તાન એક સ્વતંત્ર, સંપ્રભુ રાજ્ય તરીકે બનાવવામાં આવ્યુ હતુ નહિ કે વિદૃેશી શક્તિઓની સ્થિતિ કઠપૂતળી તરીકે.’