અમેરિકા ૩૮૦૦ કરોડના ખર્ચે ભારતમાં સોલર પ્લાન્ટ સ્થાપશે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદૃેશ મંત્રી એસ. જયશંકરે અનુક્રમે અમેરિકન સંરક્ષણ મંત્રી લૉયડ સ્ટિન અને વિદૃેશમંત્રી એન્ટની બ્લિક્ધેન વચ્ચે થયેલી વાતચીના એજન્ડામાં બંને દૃેશ વચ્ચેનો વેપાર ૧૧૩ અબજ ડૉલરથી વધારીને ૧૫૦ અબજ ડૉલર સુધી લઈ જવાનો પણ મુદ્દો હતો. બંને પક્ષ આ મામલે ઘણે અંશે સફળ પણ રહૃાા. આ દરમિયાન રાજનાથ સિંહે કહૃાું કે, બંને દૃેશની ભાગીદૃારી િંહદ અને પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે મહત્ત્વની છે. આ માટે અમેહિંદ સમુદ્રમાં સુરક્ષા માટે જરૂરી મુદ્દે વાત કરી છે. તો વિદૃેશ મંત્રી જયશંકરે કહૃાું કે, એક સ્વતંત્ર અને સમાવેશકહિંદ-પ્રશાંત ક્ષેત્ર કેવી રીતે બનાવાયું તે પણ અમારા એજન્ડામાં હતું. અમે અફઘાનિસ્તાનમાં અને તેને લગતી ઘટનાઓ વિશે પણ વાત કરી છે. પરમાણુ ક્ષેત્રે રૂ. ૭૦ હજાર કરોડના કરાર । બંને દૃેશે પરમાણુ ક્ષેત્રે મહત્ત્વના નિર્ણય લીધા છે. અમેરિકા ભારતમાં રૂ. ૬૦ હજાર કરોડના ખર્ચે છ પરમાણુ રિએક્ટર બનાવશે. આ દિશામાં ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને વૉિંશગ્ટન ઈલેક્ટ્રિક કંપની વચ્ચેની વાતચીત અંતિમ તબક્કામાં છે. ભારતના ઘરેલુ ઉપયોગ અને નિકાસ માટે લઘુ મોડ્યુલર પરમાણુ રિએક્ટર ટેક્નોલોજીના વિકાસ પર રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ થશે. અંતરિક્ષ ક્ષેત્રે ૩૮ હજાર કરોડના રોકાણની યોજના । નાસા-ઈસરોની ભારતમાં ૨૦૨૩માં સિન્થેટિક અપર્ચર રડાર સેટેલાઈટ લૉન્ચ કરવાની યોજના છે. આ માટે સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ પર સંમતિ સધાઈ છે. આ માટે રૂ. ૩૮ હજાર કરોડના રોકાણ હેઠળ સિવિલ સ્પેસ વર્કિંગ ગ્રૂપ હેઠળ બંને દૃેશ આગળ વધશે. ક્લાઇમેટ-ક્લિન એનર્જી ક્ષેત્રે રૂ. ૧૫ હજાર કરોડનું રોકાણ । ભારત-અમેરિકા ક્લાઇમેટ એન્ડ ક્લિન એનર્જી એજન્ડા હેઠળ ૨૦૩૦ સુધીનો રોડમેપ બનાવ્યો છે. આ માટે ક્લાઇમેટ એક્શન અને ફાઈનાન્સ મોબિલાઈઝેશન ડાયલોગ, સ્ટ્રેટેજિક ક્લિન એનર્જી પાર્ટનરશિપ હેઠળ રૂ. ૧૫ હજાર કરોડનો ખર્ચ થશે. એનર્જી ક્ષેત્રે રૂ. ૩૮૦૦ કરોડનો સહયોગ । યુએસ એઇડ અને અન્ય એજન્સીઓ ખાનગી ક્ષેત્ર થકી દક્ષિણ એશિયા રિજનલ એનર્જી પાર્ટનરશિપ અને સ્માર્ટ ગ્રીડ નોલેજ સેન્ટર બનાવશે. અમેરિકા રૂ. ૩૮૦૦ કરોડના ખર્ચે ભારતમાં સોલર પ્લાન્ટ સ્થાપશે અમેરિકા ભારતમાં પહેલીવાર સોલર પ્લાન્ટ સ્થાપવા જઈ રહૃાું છે. આ માટે ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન ભારતમાં રૂ. ૩૮૦૦ કરોડના ખર્ચે સોલર પેનલ પ્લાન્ટ લગાવશે.ભારત-અમેરિકાની ૨ ૨ સમિટમાં બંને દૃેશના વિદૃેશ અને સંરક્ષણ મંત્રીઓએ આશરે ૧૫૦ મિનિટ વાતચીત કરી હતી. તેમાં બંને દૃેશનો પરસ્પર વેપાર ૧૫૦ અબજ ડૉલર સુધી લઈ જવાની સંમતિ સધાઈ. અમેરિકા ભારતમાં પરમાણુ, સ્પેસ, સાઈબર સુરક્ષા અને અન્ય અંતરિક્ષ અભિયાનોમાં ૩૦ અબજ ડૉલર (આશરે રૂ. ૨.૨૮ લાખ કરોડ)નું રોકાણ કરશે. આ દરમિયાન યુક્રેન યુદ્ધ, અફઘાનિસ્તાનમાં અસ્થિરતા, આતંકવિરોધી અભિયાન, આંતરરાષ્ટ્રીય સ્તરના ડ્રગ્સ વેપાર પર સકંજો કસવા જેવા મુદ્દે વેપાર અને વાણિજ્યિક સમજૂતી મુદ્દે પણ વાત થઈ.