નબળી સંકલ્પશક્તિ આપણા ભવિષ્યને ડહોળે છે

તા. ૨૧.૪.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ ચૈત્ર વદ પાંચમ, મૂળ  નક્ષત્ર, પરિઘ  યોગ, ગર કરણ આજે   જન્મેલાંની  ચંદ્ર રાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો.
કર્ક (ડ,હ)            : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.
સિંહ (મ,ટ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત) :  નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે.
વૃશ્ચિક (ન,ય) : મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત  પરિણામ પ્રાપ્ત કરી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

ગઈકાલના લેખમાં માનતા વિષેની વાતને સેંકડો મિત્રોએ સમર્થન આપ્યું. આપણે આપણા જ સંકલ્પોને ભૂલી જઈએ છીએ અને આ નબળી સંકલ્પશક્તિ આપણા ભવિષ્યને ડહોળે છે. ઘણા મિત્રોએ આ માટે ઉપાય પૂછ્યો છે તો કાલના અંકમાં લખ્યા મુજબ આપણી માનતા કે આપણા સંકલ્પને આપણે ભૂલીએ એનાથી ગુરુ મહારાજ નબળા પડે છે માટે ભુલાઈ ગયેલી માનતાઓ માટે એક સાથે ગુરુ મહારાજને સ્ટ્રોંગ બનાવવા જોઈએ. એ માટે વેદોક્ત રીતે ગુરુ મહારાજના પ્રયોગનું પ્રયોજન કરવું જોઈએ જેથી માનતાનો દોષ દૂરથઇ જાય, અને ભવિષ્ય પણ ઉજ્જવળ બને. સૂર્ય મહારાજ મેષમાં ઉચ્ચના ચાલી રહ્યા છે જે કાશ્મીરમાં સેના અને સરકાર દ્વારા કડક પગલાંનું સૂચન કરે છે તો બીજી તરફ મીનના ગુરુ મહારાજ લોકોમાં ધાર્મિક વૃત્તિનું સિંચન કરે છે તો બીજી તરફ બારમે ગુરુ રૂટિન લાઈફમાં થી બ્રેક અપાવી દેશ વિદેશ ભ્રમણના સંકેત આપે છે માટે આ વર્ષે વેકેશનમાં સહેલાણીઓની રેકોર્ડબ્રેક ભીડ પણ જોવા મળશે. ગોચરમાં મંગળ શુક્ર હાલ સાથે ચાલી રહ્યા છે. મંગળ શુક્ર સાથે હોવા પર લોકોમાં અનેક માન્યતાઓ છે પરંતુ મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે જન્મકુંડળીમાં મંગળ અને શુક્ર સાથે હોય ત્યારે વ્યક્તિ ઉર્જાથી ભરપૂર હોય છે અને કામકાજમાં કુશળ હોય છે વળી ખુબ ધન કમાય અને ધન વાપરે પણ છે તેનો સંગ્રહ કરતા નથી. આ બધા તરણ મારા વર્ષોની જ્યોતિષ પ્રેક્ટિસના નિચોડ રૂપે અત્રે રજુ કરું છું.