પોતાની પાસે રહેલી વિદ્યા અન્યને આપતો નથી તેનો ગુરુ દુષિત થાય છે

તા. ૨૨.૪.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ ચૈત્ર વદ છઠ, પૂર્વાષાઢા   નક્ષત્ર, શિવ  યોગ, વિષ્ટિ  કરણ આજે   જન્મેલાંની  ચંદ્ર રાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ)            : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) :  સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.
કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે  ઠોસ કદમ ઉઠાવી શકો,પ્રગતિકારક દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ ડ્રગ્સના કન્સાઇન્મેન્ટ હજુ મોટી માત્રામાં પકડાઈ રહ્યા છે તો અત્રે લખ્યા મુજબ કાશ્મીરમાં પણ આતંકીનો સફાયો થઇ રહ્યો છે જો કે હજુ આગામી દિવસોમાં આંતરિક કલહ માટે કડક પગલાં ભરવા જરૂરી બનશે. ગોચર ગ્રહોની વાત કરીએ તો અંતિમ રાશિ, મોક્ષની રાશિમાં પહોંચેલા ગુરુ મહારાજ ત્યાં સ્વગૃહી થઇ સંદેશ આપે છે કે આ સમયમાં તમે જેટલી ત્યાગની ભાવનાથી જીવન જીવશો તેટલો લાભ તમને ગુરુની નવી સાયકલમાં મેષથી થશે. ગુરુ મીનમાં તમારી પાસે જે પ્રતિભા છે, જે અભ્યાસ છે, જે શિક્ષણ છે, જે વિદ્યા છે તે બીજાને આપવાનું શીખવે છે. જે વ્યક્તિ પોતાની પાસે રહેલી વિદ્યા અન્યને આપતો નથી તેનો ગુરુ દુષિત થાય છે માટે મીન માં ગુરુ હોય તે સમયમાં વિદ્યાનું દાન કરવું આવશ્યક છે. જે રીતે થઇ શકે તે રીતે વિદ્યાનું દાન કરવું જોઈએ કેમ કે મીનમાં ગુરુ ત્યાગ શીખવે છે, આપતા શીખવે છે. જે વ્યક્તિ આર્ટ ઓફ ગિવિંગ જાણતા નથી તેઓ જીવનનો સાચો મર્મ પામતા નથી. હાલના સમયમાં લિવિંગ વિથ લેસ નો કંસેપ્ટ વિકાસ પામ્યો છે જે આપણા ઋષિમુનિઓ આપણને હજારો વર્ષો પહેલા શીખવી ગયા છે પરંતુ અંધકાર યુગની અસર નીચે આપણે એ ભાવના ભૂલી ગયા છીએ. હાલ મીનમાં ગુરુ મહારાજ છે ત્યારે  આવો આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણી પાસેની વિદ્યા અને જ્ઞાન પાત્ર વ્યક્તિઓમાં વહેંચીએ અને આવનારી પેઢીને આ જ્ઞાનથી વધુ સમૃદ્ધ બનાવીએ.