રાહુ અને કેતુ માટે વ્યસનથી દૂર રહી આધ્યત્મિક ચિંતન કરવું જરૂરી

મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
મિથુન (ક,છ,ઘ) : માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી.
મીન (દ ,ચ ,ઝ ,થ): આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

અગાઉ લખ્યા મુજબ કાશ્મીરમાં આતંકી ગતિવિધિ તેજ થઇ રહી છે તો ગ્રહણ જેમ જેમ નજીક આવશે તેમ ભારતના ઈશાન કોણના રાજ્યોમાં અશાંતિ વધશે અને આતંકી ઘટનાક્રમ આગળ વધતો જોવા મળશે. ગોચર ગ્રહોની વાત કરીએ તો મકર રાશિમાં ચંદ્ર આવતા ચંદ્ર શનિ વિષયોગ ની રચના થાય છે. ઘણા મિત્રો વિવિધ ગ્રહો માટે ઉપાય પૂછતાં હોય છે વળી જયારે ગ્રહોની ખબર ના હોય ત્યારે ઉપાય કઈ રીતે કરવા તે પૂછતાં હોય છે તો અત્રે થોડી વિગત જણાવી દઉં. જો કોઈ વ્યક્તિમાં આત્મવિશ્વાસની કમી જોવા મળે તો સૂર્ય કોઈ ને કોઈ રીતે નબળો પડતો હોય છે એ માટે સૂર્ય મહારાજને જળ માં કંકુ અને ચોખા પધરાવી અર્ધ્ય આપવો જોઈએ. મન જયારે વારંવાર બેચેન બને ડિપ્રેશન જેવું લાગે તો ચંદ્રની અસર સમજવી આ માટે પૂનમનું વ્રત કરવું જોઈએ અને મહાદેવની પૂજા કરવી જોઈએ. નવા સાહસ થી ડર લાગે કે શારીરિક સૌષ્ઠવની કમી લાગે ત્યારે મંગળ મહારાજ ને યાદ કરવા જોઈએ. આ માટે સુંદરકાંડના પાઠ કરવાથી લાભ થાય છે. તો જયારે જીવનમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ના થઇ શકે અને જીવન તર્કસંગત ના ચાલતું હોય પૈસા કમાવા માં તકલીફ પડતી હોય ત્યારે બુધ મહારાજ નબળા પડ્યા સમજવા અને એના માટે દેશી કુળના વૃક્ષ વાવવા જોઈએ અને બાળકોને મીઠાઈ કે પીપર વહેંચવી જોઈએ. જીવનમાં અભ્યાસ અને શુભ કાર્યમાં રુકાવટ, સંતાન ચિંતા વિગેરે હોય તો ગુરુ મહારાજને બળવાન કરવા જોઈએ એ માટે દત્ત બાવનીના પાઠ કરવા તથા વિદ્યાર્થીઓને મદદ કરવી જોઈએ. આજ રીતે ધન વૈભવ અને સ્ત્રીસુખ માં કમી આવતી હોય તો શુક્ર મહારાજ માટે પ્રયોગ કરવા જોઈએ. કુંવારી કન્યાઓને જમાડવી કે પીપર આપવાથી અને સ્ત્રીઓનું સન્માન કરવાથી શુક્ર મહારાજ શુભ બને છે. તો એકાંત ઉદાસી અને પીડા રહેતા હોય તો શનિ મહારાજ ની તકલીફ સમજવી જેના માટે સેવક વર્ગને રાજી રાખવો જોઈએ અને હનુમાન ચાલીસ કરવા જોઈએ. વ્યસન અને દુર્ઘટનાઓ બનતી હોય તો રાહુ અને કેતુ માટે પ્રયોગ કરવા જોઈએ જેમાં વ્યસનથી દૂર રહી આધ્યત્મિક ચિંતન કરવું જરૂરી બને છે.