ઉર્જા કટોકટી નિવારવા માટે ઉર્જાના નવા આયામોમાં પ્રવેશ કરવો જ પડશે

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ખર્ચ પર અંકુશ રાખવો,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

અગાઉ લખ્યા મુજબ ગેસ અને કોલસાની અછતના પગલે અનેક જગ્યા એ વીજકાપ તોળાઈ રહ્યો છે છેલ્લા ઘણા સમયથી હું અત્રે લખતો આવું છું કે એપ્રિલ 2022 થી ઉર્જા બાબતે સંકટ ઉભું થતું જોવા મળશે અને વિશ્વ આ બાબતે સફાળું જાગતું જોવા મળશે. પારંપરિક સ્તોત્રો અને પેટ્રોલિયમ સિવાય આપણે ઉર્જાના અન્ય સ્તોત્રને હજુ અસરકારક રીતે વ્યવહારમાં લાવી શક્યા નથી જયારે હવે સચ્ચાઈ એ છે કે આ સ્તોત્ર પર વિશ્વ વધુ વર્ષો સુધી ચાલી શકે તેમ નથી અને ઉર્જા કટોકટી નિવારવા માટે ઉર્જાના નવા આયામોમાં પ્રવેશ કરવો જ પડશે. ભારત જેવા વિકાસશીલ દેશ પાસે સૂર્ય જેવા ઉર્જાના સ્તોત્રનો ઉપયોગ કાર્ય વિના છૂટકો નથી. ઉર્જાના સ્વામી સૂર્ય મહારાજ હાલ ઉચ્ચના ચાલી રહ્યા છે પરંતુ રાહુ સાથે હોવાથી કટોકટીની સ્થિતિ બનાવે છે વળી ખાણ-ખનીજ-પેટ્રોલિયમ માટે જોવાતા મંગળ અને શનિ કુંભ રાશિમાં યુતિમાં છે જે ઉર્જા બાબતે ચિંતા ઉભી કરાવે . વ્યક્તિગત કુંડળીમાં મંગળ શનિ યુતિ સાથે હોય તો તે વૈવાહિક બાબતોમાં તકલીફ કરાવનાર બને છે. વળી પહેલા,ચોથા,સાતમા ,આઠમા અને બારમા સ્થાને આ યુતિ લગ્ન પછી પણ અડચણો ઉભી કરતી જોવા મળે છે. મંગળ શનિ સાથે હોય ત્યારે વ્યક્તિ મહેનતુ બને છે ઉર્જાથી કામ કરે છે પણ જે વ્યક્તિ સાથે ઉર્જાનું મેળાપક ના હોય તેની સાથે સાથ નિભાવી શકતા નથી માટે મંગળ શનિ વાળા વ્યક્તિઓને ભાગીદારીની સલાહ સમજીને આપવી જોઈએ. જોકે તેમનામાં કાર્ય પ્રત્યેની ધગશ ખુબ જોવા મળે છે.