૧૬ મેના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે

તા. ૫.૫.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ વૈશાખ સુદ ચોથ, મૃગશીર્ષ   નક્ષત્ર, સુકર્મા   યોગ, બવ  કરણ આજે  જન્મેલાંની  ચંદ્ર રાશિ  મિથુન (ક,છ,ઘ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ)           : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
સિંહ (મ,ટ) :  આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જાહેરજીવનમાં સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

સ્વગૃહી ગુરુ અને ઉચ્ચના શુક્રની યુતિ વચ્ચે લોકોએ સુવર્ણની ખરીદી કરી છે તો ઉચ્ચના સૂર્ય મહારાજ ભરણી નક્ષત્રથી કૃતિકા તરફ જઈ રહ્યા છે જે વાતાવરણમાં પલટો લાવનાર બને છે અને ગોચર ગ્રહોમાં વાયુ પ્રધાનતાથી વધુ પવન ફુંકાવાના યોગ બને છે. કેતુ મહારાજ તુલામાં થી પસાર થઇ રહ્યા છે તુલા એ શુક્રની રાશિ છે અને દરેક વસ્તુને તોળનારી રાશિ છે સારા નરસાનો વિવેક કરનારી રાશિ છે જયારે કેતુ અવધૂત છે, કેતુ સન્યાસી છે તેને દુન્યવી બાબતોમાં ગોઠતું નથી. તુલા એ જાહેરજીવન છે જયારે કેતુ અલિપ્ત અને જંગલમાં રહેતો સન્યાસી છે માટે આ સમયમાં સન્યાસીઓ જાહેરજીવનમાં વિધાન કરતા જોવા મળે અથવા કોઈ ને કોઈ રીતે સમાચારમાં આવતા જોવા મળે કે તેમને તકલીફ પડતી જોવા મળે કેમ કે સન્યાસીને જાહેરજીવન કે લાઇમ લાઈટ ગમતા નથી. આગામી ૧૬ મેના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે આ ગ્રહણ પણ ભારતમાં દેખાવાનું નથી પરંતુ તેની અસર સમગ્ર વિશ્વમાં અનુભવાશે. આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને વિશાખા નક્ષત્રમાં થવાનું છે. વૃશ્ચિક રાશિ એ જળતત્વની ગહન રાશિ છે વળી વૃશ્ચિક એ રહસ્યમય સ્થાન છે માટે જયારે આ રાશિમાં ગ્રહણ થતું હોય ત્યારે ઘણા રહસ્યમય બનાવો બનતા જોવા મળે વળી આ સમયમાં પાણી નીચે થતી પ્રવૃત્તિ જેમ કે સબમરીન એવી પ્રવૃત્તિમાં વધારો થાય અને સબમરીનને લગતા મોટા સમાચાર જોવા મળે. આ રાશિ રહસ્યમય હોવા થી આ સમયમાં રહસ્ય સાધનાઓ કરવાનું વિશેષ મહત્વ છે. આ ગ્રહણની રાશિવાર અસર હવે પછી જણાવીશ.

  • જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી