દિવસોમાં દરિયાના પેટાળમાં પ્રવૃત્તિ વધતી જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત) તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

અગાઉ લખ્યા મુજબ છેલ્લા થોડા સમયમાં અનેક કંપની અને ઇન્ડસ્ટ્રીમાંથી આગજનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે આજે અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ યુપીએલ-1 કંપનીમાં આગના સમાચાર છે જે વિષે અત્રે હું લખી ચુક્યો છું. વળી વૃશ્ચિક રાશિમાં આવી રહેલા ગ્રહણ પર થી સબમરીન બાબતના સમાચાર વિષે લખ્યું હતું જે ધીમે ધીમે સામે આવી રહ્યા છે, હજુ આગામી દિવસોમાં દરિયાના પેટાળમાં પ્રવૃત્તિ વધતી જોવા મળશે. જલતત્વ અને રહસ્યમય રાશિ વૃશ્ચિકમાં થઇ રહેલ આ ગ્રહણ કેટલાક રહસ્યમય બનાવો આપણી સામે લાવશે વળી ના માની શકાય તેવા નવા સમીકરણો પણ જાણવા મળશે વળી વ્યક્તિગત રીતે પણ તમે તમારી આજુબાજુમાં સંબંધોમાં થતા ફેરફાર નોંધી શકશો. મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં જોયું છે કે જયારે બે વ્યક્તિ વચ્ચે રાહુ કેતુના હિસાબે કે વક્રી ગ્રહના હિસાબે ણાનુબંધન બનતું હોય છે ત્યારે આવા મિત્રો ગમે તેટલી વાર ઝગડો કરે કે બોલવાનું બંધ કરે તો પણ ફરી ફરીને એ સબંધ સ્થપાતા હોય છે. ઘણા દંપતી મારી પાસે આવી છૂટાછેડા લેવાની વાત કરે પરંતુ જો તેમને આ પ્રકારનું ણાનુબંધન હોય તો તેઓ છુટ્ટા પડી શકતા નથી હું તેમને સમાધાનપૂર્વક સાથે રહેવાની વાત કરું છું કેમ કે તેમના ગ્રહો મુજબ તેઓ છુટ્ટા પડી શકતા નથી અમુક કિસ્સામાં તો છુટ્ટા પડી ગયા પછી પણ સંપર્ક છોડી ના સકતા હોય અને ફરી જોડાવા પ્રયત્ન કરતા હોય તેવું પણ સામે આવતું જોવા મળે છે. મહત્વની બાબત ગ્રહો દ્વારા જોવામાં આવતું ણાનુબંધન છે અને જ્યાં સુધી તે પૂર્ણ ના થાય ત્યાં સુધી વ્યક્તિ એ સંબંધમાં થી સંપૂર્ણ બહાર આવી શકતા નથી.