અમરેલીમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં આરોપી ઝડપાયો

અમરેલી, અમરેલી મીની કસ્બાવાડમાં રહેતા બરકતભાઇ ઉર્ફે બકુલભાઇ મુસાભાઇ કેશવાણીના મકાનમાં તા.25/4 થી તા.4/5 દરમિયાન કોઇ તસ્કરોએ મકાનમાં પ્રવેશી સોનાની કડી 4 રૂા.12000, ચાંદીની વીટી રૂા.500 મળી કુલ રૂા.12,500 ની ચોરી કરી લઇ ગયાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ બનાવમાં જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ અમરેલી સીટી ઇન્ચાર્જ પીઆઇ મહેશ મોરી અને ટીમે મીનીકસ્બા વાડમાં રહેતા અબ્દુલ ઉર્ફે હકુડી ઉમરભાઇ બ્લોચને મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.