અમરેલીમાં પાયલોટ ટ્રેનીંગ સ્કુલ અને એરક્રાફ્ટ બનશે : શ્રી મોદી

  • ગુજરાતનાં નાગરીક ઉડયન મંત્રીશ્રી પુર્ણેશ મોદીએ રાજ્યમાં છ હેલીપોર્ટ અને અમરેલીમાં પાયલોટ ટ્રેનીંગ સ્કુલ તથા એરક્રાફ્ટ બનાવવાની ખાતરી આપી
  • શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં સંકલ્પને સિધ્ધ કરવા કેન્દ્રીય નાગરીક ઉડયન મંત્રાલય દ્વારા પરિવહનને ગતિશીલતા આપી છ વિમાની સેવાની ભેટ આપવામાં આવી 

અમરેલી,
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ હતો કે ુજરાતનાં પ્રત્યેક ખુણાને મુંબઇ સાથે જોડી પરિવહનને ગતિશીલતા આપવી તેના માટે પોરબંદર, દિલ્હી સહિત ગુજરાતમાં છ વિમાની સેવાનો પ્રારંભ કરાયો છે. કેન્દ્રીય નાગરીક ઉડયન મંત્રી શ્રી જ્યોતીરાદિત્ય સિંધીયાએ જણાવ્યું છે કે, કેશોદ અને મુંબઇ વચ્ચે વિમાની સેવા શરૂ થયા પછી હવે કેશોદ-અમદાવાદ વચ્ચે વિમાની સેવા શરૂ થશે. 27 મી એપ્રિલથી પોરબંદર દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ થશે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વમાં વ્યાપક એર કનેક્ટીવીટી પ્રસ્થાપીત થઇ રહી હોવાનું જણાવી આત્મનિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારતનાં સંકલ્પને સિધ્ધ કરવા પરિવહન અગત્યનું છે તેમ જણાવ્યું હતું ગુજરાતનાં નાગરીક ઉડયનમંત્રીશ્રી પુર્ણેશ મોદીએ કહ્યું હતુ કે રાજ્યમાં છ હેલીપોર્ટ અને અમરેલીમાં પાયલોટ ટ્રેનીંગ સ્કુલ તથા એરક્રાફટ બનાવવામાં આવશે.