જિલ્લા ટ્રાફીક પોલીસે દારૂ પી વાહન ચલાવતા 19 શખ્સોને દબોચ્યા

અમરેલી,
અમરેલી જિલ્લામાં બનતા રોડ અકસ્માતના બનાવોમાં કેફી પીધેલ હાલતમાં વાહન ચલાવવાને કારણે અકસ્માતોમાં મૃત્યુ તેમજ ગંભીર ઇજાના બનાવો બનવા પામેલ છે. જે સંદર્ભે માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે ટ્રાફીક નિયમોનું સઘન અમલીકરણ કરવા સારૂ અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી અમરેલી જિલ્લામાં ડ્રીક્સ એન્ડ ડ્રાઇવ કરતા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવા આયોજન કરવામાં આવેલ જેમાં 19 શખ્સો વિરૂધ્ધ મોટર વ્હિકલ એક્ટની જોગવાઇ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.