અમરેલીમાં આરડી બર્મનના મેલોડી સોંગની વણઝાર

અમરેલી,અમરેલીમાં સપ્તક ફેમીલી મ્યુઝીકલ કલબ દ્વારા આરડી બરમનના મેલોડી સોંગની વણઝાર સાથે 51 અવાજમાં કલાકારો આબેહુબ ગીતો રજુ કરશે મુંબઇના ખ્યાતનામ કલાકારો સર્વશ્રી દિનેશકુમાર, દિશા દિનેશકુમાર, દર્શીકા દિનેશકુમાર અને તેમની ટીમ આરડી બરમનજીના 51 અવાજમાં ગીતો રજુ કરશે આજે દિલીપ સંઘાણી હોલમાં રાત્રે 9:15 કલાકે યોજાનાર કાર્યક્રમમાં લોકો ઝુમી ઉઠશે ગુજરાતમાં પહેલી વાર દિશા દર્શીકા ડ્રમ અને કીબોર્ડ ઉપર તેમના અવાજ સાથે જાદુ પાથરશે