તા. ૧૧.૫.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ વૈશાખ સુદ દશમ, પૂર્વાફાલ્ગુની નક્ષત્ર, વ્યાઘાત યોગ, તૈતિલ કરણ આજે જન્મેલાંની ચંદ્ર રાશિ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ મુદ્રા સ્થિતિમાં પછડાટ જોવા મળી છે વળી મોંઘવારી અને ફુગાવાનું ભૂત ધૂણતું થયું છે તો સૂર્ય અને રાહુ સાથે હોતા શ્રીલંકામાં અસ્થિરતા વધતી જાય છે. વળી અત્રે લખ્યા મુજબ જે ઉચ્ચ અધિકારી બેનામી સંપત્તિ સાથે પકડાયા છે એ કિસ્સામાં નવા નવા ખુલાસાઓ થતા જાય છે. સૂર્ય મહારાજ ધીમે ધીમે ડિગ્રી પ્રમાણે રાહુ નજીક આવતા જાય છે જેના લીધે સૂર્ય રાહુ યુતિનું સંપૂર્ણ પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. સૂર્ય અને રાહુ મંગળના ઘર મેષમાં યુતિ કરી રહ્યા છે જયારે મંગળ અને શનિની યુતિ કુંભ રાશિમાં થઇ રહી છે. આવતીકાલે ગુરૃવારને ૧૨ મે ના મોહિની એકાદશી આવી રહી છે. સમુદ્ર મંથન પછી અમૃત પીવા માટે દેવતા અને દાનવો વચ્ચે ઝઘડો ચાલ્યો ત્યારે ભગવાન વિષ્ણુ સુંદર નારીનું રૂપ લઈને દેવતા અને દાનવોની વચ્ચે પહોંચી ગયા હતા. તેમના આ રૂપથી મોહિત થઈને દાનવોએ અમૃતનો કળશ દેવતાને સોંપી દીધો. મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દેવતાઓને બધું અમૃત પીવડાવી દીધું. અને દેવતા અમર થઈ ગયા. આ ઘટનાક્રમ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદીશ તિથિ એ થયો એટલા માટે મોહિની એકાદશી કહેવામાં આવે છે. આ અગીયારસ પર ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપને યાદ કરવામાં આવે છે વળી મોહિની મંત્ર સિદ્ધ કરવા માટે આ દિવસને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.