અમરેલી,
અમરેલી વિદ્યાસભા સંકુલમાં રાષ્ટ્રિય સ્વયંક સેવક સંઘનાં પ્રશિક્ષણ વર્ગ દ્વિતીય વર્ષનો પ્રારંભ થયો છે તા.9-5-22 થી તા.29-5- 20 દિવસ સુધી ચાલનાર ભાવનગર વિભાગમાં આયોજીત આ પ્રશિક્ષણ વર્ગમાં ક્ષેત્રનાં સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતનાં કુલ 214 શિક્ષાર્થીઓ પુર્ણ સમય ઉપસ્થિત રહી પ્રશિક્ષણ મેળવશે. આ પ્રશિક્ષણમાં ત્રણ દિવસ સુધી માર્ગદર્શન આપવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય સર કાર્યવાહ શ્રી દતાત્રેય હોશબલે અમરેલી આવી પહોંચ્યા હોવાનું જાણવા મળેલ છે. રાજકોટ એરપોર્ટ ખાતે શ્રી દતાત્રેયજીનું ભાજપના વરિષ્ઠ આગેવાન અને જુના જનસંઘી શ્રી દિલીપ સંઘાણીએ સ્વાગત કર્યુ હતુ.