અમરેલીમાં કેમેરાની ચોરી કરનાર ઝડપાયો

અમરેલી,તા.10/05/2022 ના રોજ અમરેલી સીટી પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી એમ.એ.મોરીની સુચના અને માર્ગદર્શન નીચે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી જે.એમ દવે તેમજ પોલીસ સ્ટાફ અમરેલી ચીતલ રોડ પર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક ઇસમના કબ્જામાંથી અમરેલી શહેર પો.સ્ટે.1 ગુ.ર. નં.11 1930 03રર 046 3, 10 6 કલમ-379 મુજબના ગુન્હાના કામે અમરેલી શહેરમાં તારવાડી રોડ વાંઝાવાડી માથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ એ310011 કંપનીના કેમેરાના સાધનો સાથે મળી ભરતભાઇ જેરામભાઇ જીકાદ્રા ઉ.વ.23, ધંધો.હિરા રહે.મુળ ભોરીંગડા તા.લીલીયા જી.અમરેલી હાલ રહે સુરતને પકડી પાડી ગુન્હો ડિટેક્ટ કરેલ છે. પકડાયેલ મુદ્દામાલમાં (1) એ31101 કંપનીનો 850017 લેન્સ નંગ -01 કિ.રૂ.25000/- તથા નં. (2) 93101 કંપનીનો 24- 105000 લેન્સ નંગ -01 કિ.રૂ.55000/- તથા નં.(3) 6468 નુ 50 મેમરી કાર્ડ નંગ -1 કિ.રૂ.1500/- તથા નં.(4) કેમેરાની બેટરી નંગ-01 કિ.રૂ.2500/- તથા નં.(5) કેમેરાની ફલેશ લાઇટ નંગ -01 કિ.રૂ. 10,000/- તથા (6) કેમેરાના ફ્લેશ્લાઇટ નુ મેગમુડ નંગ-01 જેની કિ.રૂ.1500/- તથા નં.(7) એક કાળા કલર ની બેગ (બગલ થેલો) નંગ-01 જેની કિ.રૂ.200/- મળી કુલ કિ.રૂ.95,700/- કબ્જે કરેલ છે.