જાફરાબાદ દરિયામાં ખલાસીને બચાવતી દરિયાઇ કમાન્ડો

રાજુલા,
ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર અને પ્રવિણભાઈ બારૈયા તેમજ પીપાવાવ મરીન પી.એસ.આઈ શ્રી મજેઠીયા ગઈ કાલે મોડીરાત્રે સરસ્વતી કૃપા નામની બોટ જે અંદાજે 52 નોટિકલ માઇલ દૂર ફિસિંગ માં હતી તે સમયે એક ખલાસી સતીશભાઈ બાબુભાઇ બારૈયા ને કામ કરતા અચાનક ઉડી ને આવી જતા છાતી ના ભાગે ઇજા થઈ હતી એટલ ટંડેલે સમય-સૂચકતા રાખી તાત્કાલિક ધોરણે વાયરલેશ દ્વારા બોટ માલિક સચિનભાઈ ઢીશાભાઈ બારૈયા ને જાણ કરી અને બોટ માલિકે આપણા વિસ્તારના સેવક ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર અને કોળી સમાજના આગેવાન પ્રવિણભાઈ બારૈયા ને જાણ કરી હતી આ બાબતની ગંભીરતા જોઈ હરહમેંશ ની જેમ લોકો ની સેવા માટે અવિરતપણે મહેનત કરતા આપણા ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર દ્વારા પીપાવાવ મરીન પોલિસ સ્ટેશનના પી.એસ.આઈ શ્રી મજેઠીયા સાહેબને આ જાણ કરતા તેમને પણ ત્વરિત અને તાબડતોબ મરીન પોલીસ ની સ્પીડબોટના પાઇલટને જાણ કરી અને આ સ્પીડબોટ પણ જેટલી નજીક આવી શકે એટલી બોલાવીને અને સામે સ્પીડબોટ મોકલીને વ્યક્તિ નું રેસ્ક્યુ કરી અને તેને પીપાવાવ પોર્ટ લાવ્યા હતા. સ્થળ પર અમારી ટીમ ખારવા સમાજની એમ્બ્યુલન્સ અને સાથે હાજર હતી. અને આ ખલાસીને મહુવા હનુમંત હોસ્પિ ટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં બધા જરૂરી રિપોર્ટ કરાવતા તેની તબિયત સારી જણાય છે.