વિઠલપુરની ત્રણ વિદ્યાર્થીનીઓનું સન્માન કરતા શ્રી સંઘાણી

અમરેલી,
મોબાઇલ જેટલો ફાયદારૂપ છે તેટલો ગેરફાયદા પણ કરે છે મોબાઇલનો સાચો ઉપયોગ કરવામાં આવે તો લાભદાયી નિવડે છે તે અમરેલી જિલ્લાની ત્રણ વિધાર્થીર્નીઓએ ધો.12 સાયન્સની પરીક્ષામાં સાબીત કરી બતાવ્યું છે મોબાઇલ દ્વારા અભ્યાસમાં મદદ મેળવી એકતા ભદ્રેશભાઇ કાનપરીયા 99.93 પીઆર, ગોંડલીયા મહેક રાજેશભાઇ 99.46 પીઆર, સુખડીયા ધ્વની સુરેશભાઇએ 99.37 પીઆર મેળવી વિધાગુરૂ સાયન્સમાંથી ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષામાં અમરેલી જિલ્લાનું ગોૈરવ વધાર્યુ છે અમરેલીના વિઠલપુર ખંભાળીયા હાઇસ્કુલની આ ત્રણેય વિધાર્થીનીઓએ બોર્ડમાં ઉત્કૃષ્ટ પરીણામ મેળવી ગોૈરવ વધાર્યુ છે.
આ અંગે શાળાના શિક્ષકોએ જણાવ્યું કે ત્રણેય વિધાર્થીનીઓ સવારના સાતથી રાતના સાત સુધી સખત મહેનત કરતી અભ્યાસમાં માર્ગદર્શન માટે સતત મોબાઇલનો ઉપયોગ કરી સોલ્યુશન કરતી અને ઉંચુ પરીણામ મેળવ્યું છે.ત્રણેય વિધાર્થીનીઓની શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી કોૈશીકભાઇ વેકરીયા, મહેશભાઇ કસવાલા, વિપુલભાઇ દુધાત, નરેશભાઇ પટેલ સહિતે મુલાકાત લઇ ત્રણેય વિધાર્થીનીઓને પ્રોત્સાહીત કરી હતી અને શુભકામનાઓ પણ પાઠવી હતી.