અમરેલી જિલ્લા સહિત દેશભરનાં રેલ્વે સ્ટેશન માસ્તરોની 31મીએ હડતાલ

અમરેલી,
ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્તર એસોસીએશન દ્વારા સ્ટેશન માસ્તરની સમસ્યાઓનો ઉકેલ ન આવતા તા.31 મે ના રોજ સમગ્ર ભારતભરના સ્ટેશન માસ્તરો એક દિવસની સામુહીક રજા લઇ વિરોધ વ્યક્ત કરશે રેલ્વેના સ્ટેશન માસ્તરોની બંધ થયેલ નાઇટ ડયુટી ચાલુ કરવા રેલ્વે ખાનગીકરણનો વિરોધ, એમએપીસીનો લાભ 1 જાન્યુઆરી 2016 થી આપવા તથા રેલ્વેનું ખાનગીકરણ બંધ કરવા, જુની પેન્શન સ્કીમ પણ ચાલુ કરવા સહિતની માંગણીઓને લઇને સ્ટેશન માસ્તરો દ્વારા વિરોધ કરવામાં આવી રહયો છે અગાઉ નાઇટ ડયુટી સીફટમાં મીણબતી પ્રગટાવી વિરોધ બાદ કાળી પટી લગાવી વિરોધ પ્રદર્શન તથા એક દિવસની ભુખ હડતાલ છતા ઉકેલ ન આવતા તા.31 મે ના રોજ ઓલ ઇન્ડિયાના સ્ટેશન માસ્તરો એક દિવસના સામુહીક રજા લઇ વિરોધ પ્રદર્શન કરશે જાહેર જનતાને તારીખ 31-5-22 ના રોજ પોતાની યાત્રાનું પ્લાનીંગ એ ધ્યાને રાખીને કરવા આ રેલ્વે સ્ટેશન માસ્તર એસોસીએશનના મહામંત્રી અપુર્વ જાનીએ જણાવ્યુ છે.