બાબરામાં બાયોડીઝલ ભરેલ ટેન્કર ઝડપાયું

અમરેલી,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ અમરેલી જિલ્લામાં બાયોડીઝલની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી, બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હતું.જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કેકકરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરીની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન રાજકોટ – ભાવનગર રોડ ઉપરથી એક ગેરકાયદેસર બાયોડીઝલ ભરેલ ટ્રક પસાર થવાનો છે તેવી હકીકત આધારે બાબરા ટાઉનમાં નવા સર્કીટ હાઉસની સામેથી ટેન્કર ટ્રક રજી. નંબર ઉ7-12-61-5433 માં અનઅધિકૃત બાયોડીઝલ 21,375 લીટર સાથે એક શખ્સ સોહનલાલ જોધારામ વૈષ્ણવ, ઉ.વ.30, રહે.46, ખીલોરીયાકી ઢાણી યા, કાતરલા, તા.ધોરીમના, જિ.બાડમેર, રાજસ્થાન ને પકડી પાડવામાં આવેલ. આ પકડાયેલ ઇસમ તથા અનઅધિકૃત બાયોડીઝલ ભરેલ ટેન્કર ટ્રકને આગળની કાર્યવાહી થવા સારૂ તાલુકા એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ અને મામલત દારશ્રી, બાબરા નાઓને સોંપી આપવામાં આવેલ છે.બાયોડીઝલ 21,375 લીટર જેની કિ.રૂ.10,78, 528/- તથા ટેન્કર ટ્રક રજી. નંબર 07-12-/1-5433, કિં.રૂ. 9,00, 000/- મળી કુલ કિં.રૂ. 19,78,528/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.