શનિ જયારે મકરના ધનિષ્ઠામાં થી પસાર થાય છે ત્યારે પ્રશ્નો જન્માવે છે

તા. ૨૫.૫.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ વૈશાખ વદ દશમ, ઉત્તરાભાદ્રપદા   નક્ષત્ર, પ્રીતિ  યોગ, બવ  કરણ આજે   જન્મેલાંની  ચંદ્ર રાશિ    મીન (દ ,ચ ,ઝ ,થ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,આગળ વધી શકો.
કર્ક (ડ,હ)            : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,શુભ દિન.
સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, દિવસ આનંદદાયક રહે.
તુલા (ર,ત) : નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.
વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય.
મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,કાર્યમાં સફળતા મળે.
કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને.

૫ જૂનથી શનિ મહારાજ વક્રી થવા જઈ રહ્યા છે. શનિ મહારાજ ન્યાયના દેવ છે દંડનાયક છે અને જયારે વક્રી બને છે ત્યારે વધુ કડક થઇ નિર્ણય અને ચુકાદાઓ આપતા જોવા મળે છે. આ સમયમાં અદાલતોમાં વિવાદાસ્પદ બાબતો સામે આવતી જોવા મળે. શનિ મહારાજ ૧૨ જુલાઈથી વક્રી ચાલથી ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે મકર રાશિ કર્મની રાશિ છે કામકાજની રાશિ છે શનિ ત્યાં વક્રી થઇ પ્રવેશ કરશે. શનિ મહારાજ છેલ્લા ઘણા સમયથી ધનિષ્ઠા નક્ષત્રમાં ચાલી રહ્યા છે અને મકર અને કુંભ વચ્ચે ફરતા ફરતા બંને ને જોડતી કડી સમાન આ નક્ષત્રમાંથી પસાર થઇ રહ્યા છે. ધનિષ્ઠા નક્ષત્રના બે ચરણ મકરમાં અને બે ચરણ કુંભ રાશિમાં છે બંને રાશિ શનિની રાશિ છે પણ શનિ જયારે મકરના ધનિષ્ઠામાં થી પસાર થાય છે ત્યારે પ્રશ્નો જન્માવે છે અને કુંભના છેલ્લા બે ચરણ ધનિષ્ઠામાં થી પસાર થાય ત્યારે તેના ઉકેલ આપે છે. કોઈ પણ ગ્રહ જયારે મકર અને ધનિષ્ઠામાં થી પસાર થાય ત્યારે તે ગ્રહને લગતી બાબતમાં પરેશાની અને પ્રશ્નો જન્મે છે જયારે કુંભ અને ધનિષ્ઠા તેના જવાબ અને ઉકેલ લાવે છે હાલમાં આપણે શનિને કુંભ અને ધનિષ્ઠામાં જોઈ રહ્યા છીએ તેથી થોડી શાંતિ જણાય છે અને થોડા ઉકેલ મળે છે પરંતુ ૧૨ જુલાઈથી ૨૩ ઓક્ટોબરના સમયમાં ધનિષ્ઠા અને મકર રાશિ માં શનિ હશે વળી વક્રી બની બળવાન હશે એટલે ઘણા ઘણા સવાલો કરશે અને કસોટી કરશે. ફરી કુંભ અને ધનિષ્ઠા માં આવશે ત્યારે તેના ઉકેલ આપતા જોવા મળશે ત્યાં સુધીના સમયમાં મોંઘવારી, મંદી, બેરોજગારી, વિવાદો, આંતરિક યુદ્ધ જેવી અનેક સ્થિતિઓ જોવા મળશે. ત્યારબાદ ધીમે ધીમે ધનિષ્ઠા એ બધાના જવાબ પણ આપશે જ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી