વ્યક્તિના જીવનમાં વીશોતરી દશા અનુસાર મહત્વના ફેરફાર જોવા મળે છે

તા. ૯.૬.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ જેઠ સુદ નોમ, હસ્ત  નક્ષત્ર, વ્યતિ. યોગ, તૈતિલ કરણ આજે   જન્મેલાંની ચંદ્ર રાશિ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે .

મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો.
વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય.
કર્ક (ડ,હ)       : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) :  તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.
મકર (ખ,જ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
કુંભ (ગ ,સ,શ) : તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.
મીન (દ,ચ,ઝ,થ): જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

જન્મકુંડળી ના ગ્રહો અને ગોચર ગ્રહોની ચર્ચા કરીએ છીએ ત્યારે તેમાં દશાનું મહત્વનું પાસું ઉમેરવું જરૂરી છે. ફળકથન માટે જન્મના ગ્રહો ,ગોચર ગ્રહો અને મહાદશા અંતર્દશા વિગેરે જોવા જરૂરી બને છે. જાતકના જન્મ સમયે કઈ મહાદશા ચાલુ હતી તે ખુબ મહત્વ ધરાવે છે. જાતકના જન્મ સમયે ચાલતી દશા તેના ગત જન્મની ગતિવિધિ પણ સમજાવી શકે છે. જેમ કે કોઈ જાતકનો જન્મ ગુરુ મહાદશા દરમિયાન થયો હોય તો તે ઉચ્ચ લોક અને ગત જન્મની સારી બાબત દર્શાવે છે જે વિશોત્તરી દશા પર થી જોઈ શકાય છે. આમતો જ્યોતિષ શાસ્ત્રમાં અનેક દશાઓના ઉલ્લેખ છે પરંતુ ચંદ્રના નક્ષત્ર પર આધારિત વિશોત્તરી દશા જે ૧૨૦ વર્ષના અંતર પર આધારિત છે તે વધુ સટીક કામ કરે છે કેમ કે ચંદ્ર મન છે અને પૃથ્વીની આસપાસ ફરે છે માટે તે જાતકના મનમાં આ બધા તરંગો સીધા જ આપી શકે છે અને તેથી જ આ દશા વધુ સટીક જોવા મળે છે. મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં જોયું છે કે વ્યક્તિના જીવનમાં વીશોતરી દશા અનુસાર મહત્વના ફેરફાર જોવા મળે છે. મારા એક મિત્ર કેરીઅર ના પ્રથમ ચરણમાં ગુરુની મહાદશામાં થી પસાર થઇ રહ્યા હતા અને શુભ ગુરુના કારણે સારી રીતે શિક્ષણ સાથે જોડાયેલા ત્યારબાદ તેમને શનિની મહાદશા શરુ થતા જાહેરજીવનમાં આવ્યા અને રાજનીતિમાં સારું એવું નામ કમાયા કેમ કે શનિ એ જાહેરજીવન અને રાજનીતિ દર્શાવે છે આ જ રીતે અંતર્દશા અને પ્રત્યંતર દશાના સૂક્ષ્મ પરિણામ પણ મેળવી શકાય.