સાયબર સિક્યુરિટીમાં છીંડા પડતા જોવા મળશે

તા. ૧૧.૬.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ જેઠ સુદ બારસ, સ્વાતિ નક્ષત્ર, પરિઘ  યોગ, બવ  કરણ આજે જન્મેલાંની ચંદ્ર રાશિ  તુલા (ર,ત) રહેશે.

મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ)            :જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) :  સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) :  કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ વૈજ્ઞાનિકોને બીજી ગેલેક્ષીમાં થી રેડીઓ સિગ્નલ પ્રાપ્ત થયા છે. પૃથ્વીને અન્ય લોક સાથે જોડતા રાહુ અને કેતુ મેષ અને તુલામાં આવતા અત્રે લખેલું કે આ પ્રકારના સંકેતો પ્રાપ્ત થશે.  ગત તારીખ ૫ જૂનથી દંડનાયક શનિ મહારાજ વક્રી થયા છે જે જનજીવન સામે પ્રશ્નો ખડા કરે છે વળી અગાઉ લખ્યા મુજબ અંતરવિગ્રહની સ્થિતિ પણ આપે છે. અત્રે હું લખી ચુક્યો છું કે શનિના વક્રી થવા સાથે સીમા ઉપરાંત દેશની અંદર પણ અંતરવિગ્રહની સ્થિતિ માટે ધ્યાન આપવું પડશે જે સ્થિતિ હાલ જોવા મળી રહી છે. મારા વર્ષોના જ્યોતિષ અવલોકનમાં મેં જોયું છે કે જયારે શનિ મહારાજ વક્રી બને ત્યારે શનિને લગતી વસ્તુઓ માં રુકાવટ આવે કે પ્રશ્ન આવે કે વસ્તુ બગડવાના બનાવ વધે છે. શનિનો અમલ લોખંડ પર છે માટે આ સમયમાં તાળા બગડતા જોવા મળે કે ચાવી ખોવાઈ જાય. કન્સ્ટ્રક્સન કાર્ય ચાલુ હોય તો તેમાં રુકાવટ આવે. લોખંડના ભાવમાં વૃદ્ધિ જોવા મળે. નિર્માણકાર્યમાં ઉપયોગી વસ્તુની ખેંચ ઉભી થાય અને કઈ ને કઈ પ્રશ્ન ઉભા થાય વળી લેબર પર પણ શનિનો અમલ છે માટે લેબર મળવું મુશ્કેલ બને અને લેબરને લગતા પ્રશ્નો ખડા થાય વળી ક્રૂડ અને પેટ્રોલિયમ અને ખનીજ આ બધામાં પણ તકલીફ પડતી અને ભાવવધારો જોવા મળે. શનિ એ પ્રજા છે માટે શનિના વક્રી થવાથી પ્રજાની સોચમાં મહત્વના ફેરફાર જોવા મળે વળી આ સમયમાં વિદેશનીતિમાં પણ ખાસ્સા ફેરફાર જોવા મળે. શનિ કર્મપ્રધાન ગ્રહ છે માટે વક્રી થતા લોકોને કામમાં વધુ પડતા વ્યસ્ત રાખે. આ સમયમાં સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ સાયબર સિક્યુરિટીમાં પણ છીંડા પડતા જોવા મળશે.