અમરેલી જિલ્લામાં હળવો ભારે વરસાદ

અમરેલી,
અમરેલી જિલ્લામાં આજે ધ્ાુપછાવ ભર્યા વાતાવરણ વચ્ચે બાબરામાં બપોર બાદ એક ઇંચ વરસાદ પડયો હતો જ્યારે વડિયા તાલુકાના છેવાડાના ગામ બાંટવા દેવળી ખાતે દોઢ ઈંચ વરસાદ પડયો હતો બાટવાદેવળી ગામે જોરદાર વરસાદ વરસતા નદી નાલા છલકાય ચેક ડેમ ઓવરફ્લો થયો હતો જોકે પ્રથમ વરસાદે જ ગામમાં પાણી ફરી વળ્યા હતા અસહ્ય ઉકળાટ બાદ સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો હતો.
અમરેલી ચિતલ રોડ, તપોવન મંદિર આસપાસના વિસ્તારમાં વરસાદનું હળવુ ઝાપટુ પડયુ હતુ. અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલ રૂમમાં નોંધાયેલ વરસાદમાં બાબરા 23 મી.મી અને વડીયામાં 5 મી.મી. વરસાદ નોંધાયો હતો.