વાંકીયાથી ખંભાળા રોડ સુખપુર જવાના રસ્તે બોલેરો પીકઅપમાંથી 432 બોટલ ઇંગ્લીશ દારૂ ઝડપાયો

અમરેલી,બાબરા તાલુકાના વાંકીયાથી ખંભાળા રોડ સુખપુર જવાના રસ્તે નંબર પ્લેટ વગરની બોલેરો પીકઅપમાં હે.કોન્સ. કે.ટી. સોલંકી, પો.કોન્સ. રામદેવસિંહ સરવૈયાએ જુદી જુદી બ્રાન્ડનો 432 બોટલ ઇંગ્લીશ દારૂ રૂા.2,620 અને બોલેરો મળી કુલ રૂા.4,37,540 નો મુદામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી ફરાર બની ગયો હતો. આ બનાવની તપાસ હે.કોન્સ. આરી.બી. વાઘેલા ચલાવી રહયા છે.