અમરેલી જિલ્લામાં યોગ દિનની ઉજવણી

અમરેલી ,
કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં જિલ્લા કક્ષાનો યોગદિન સફળતા પૂર્વક ઉજવાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી રેખાબેન મોવલિયા, સાંસદ સભ્યશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકરસિંઘ, પૂર્વ મંત્રીશ્રી બાવકુભાઈ ઉંઘાડ, નગર પાલિકાના અધ્યક્ષા શ્રીમતી મનિષાબેન રામાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા, ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ડો.ભરત કાનાબાર સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, શહેરના સામાજિક સંસ્થાઓ, શાળા- કોલેજના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંધજન તાલીમ કેન્દ્ર અમરેલીના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અનુસરી અને તેમણે પ્રેરક યોગ કર્યા હતા.