કુંડલાના આંબરડીની બજારમાં સિંહો આવી ચડ્યાં

આંબરડી, મિતિયાળા જંગલ બોર્ડર નજીક આવેલા આંબરડી ગામે આજે વહેલી સવારે પોણા પાંચ વાગ્યા આસપાસ બે બચ્ચાં સાથે એક સિંહણ શિકારની શોધમાં આંબરડી ગામમાં આવી ચડ્યા હતા.આંબરડી ગામની શાક માર્કેટ સામે આરામ ફરમાવી રહેલ ગાયોના ટોળામાં એકાએક ભાગમભાગ મચી હતી. એક વાછરડાને સિંહણે દબોચી લીધો હતો પરંતુ ટોળામાં ભાગદોડ થતાં નજીકમાં રહેતા લોકો જાગી જઈ આવી જતા શિકાર છોડી બે બચ્ચાં લઈ સિંહણ નાસી છૂટી હતી.