ચલાલા અને રાજુલાના વાવેરામાં જુગારના દરોડા

અમરેલી, અમરેલી જિલ્લામાં જુગાર અને દારૂની પ્રવૃતીઓને નેસ્તનાબુદ કરવા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસે ચલાલા અને રાજુલાના વાવેરામાં જુગારના દરોડાઓ પાડી રોકડ રૂા.57 હજાર ઉપરાંતની રકમ સાથે નવ શખ્સોને ઝડપી પાડયા હતા .ચલાલામાં જાહેરમાં જુગાર રમતા રમેશ ધારસિંગભાઇ વાઘેલા, જગુ પ્રાગજીભાઇ માથાસુળીયા સહિત ચાર શખ્સોને હે.કોન્સ.ભગીરથભાઇ ધાધલે રોકડ રૂા.860 સાથે, તેમજ રાજુલા તાલુકાના વાવેરા ગામે કોહારીયા સીમ વિસ્તારમાં બાવકુ લખુભાઇ ધાખડા, વિજય જીલુભાઇ ધાખડા, પ્રવીણ ચાપભાઇ કોટીલા સહિત પાંચ શખ્સોને પો.કોન્સ.મેહુલભાઇ પંડયાએ રોકડ રૂા.57100 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.