બગસરામાં કિરાણાની દુકાનો સજ્જડ બંધ રહી

બગસરા,

બગસરા કિરાણા હોલસેલરિટેલર એસોસિયેશન દ્વારા આપેલ શહેરની કિરણાના વહેપારીઓ દ્વારા સંપૂર્ણ પણે દુકાનો બંધ રાખવામાં આવેલ હતી કારણકે પાલિકા દ્વારા થતી મોન્સૂન કામગરીમાં છેદ દેખાતા દુકાનો બંધ રાખવામાં આવેલ બગસરામાં વરસાદના પાણી નિકાલની વ્યવસ્થાને લઈને થયેલ આંદોલનને કારણે બગસરાના નાનામોટા તમામ કિરાણાના વહેપારીઓએ આજ સવાર થીજ દુકાન બંધ રાખી હતીને બપોરના 12કલાકે નગરપાલિકાએ અને મામલતદાર ઓફિસે આવેદન પત્ર પાઠવયું હતું .
આ અંગે બગસરા નગર પાલિકાના પ્રમુખ પરેશ ખીમસુરીયા દ્વારા વહેપારીઓને સમજાવટ કરી દુકાનો ખોલી નાખવા આગ્રહ કર્યો હતો તમામ મુદ્દે લેખિતમાં બાહેંધરી આપી હતી તાત્કાલિક ધોરણે વહેપારીઓના પ્રશ્નો નિકાલ કરશે જરૂર જણાશેતો ધારાસભ્ય સહિત ઉપર સુધી વાતચીત કરી તમામ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે તેમ પ્રમુખશ્રી દ્વારા તેમ પણ જણાવેલકે બગસરાના હિતમાં કોઈ પણ કામ કરવા બાહેંધરી આપી છે તેમજ બગસરા નગર પાલિકાના હેડકલાર્ક ભરતભાઈ ખીનસુરિયા દ્વારા જણાવેલ કે પાલિકાના કોઈ અધિકારી દ્વારા ઉધતાઈ ભર્યું વર્તન કર્યું હોઈ તો તેની સામે અમે કાયદેસરના એકશન લેસુ અને પ્રજાની સુખાકારી માટે લેવાતા નિર્ણયોમાં ભૂલ થતી હોય છે પણ પ્રજાને માટે વધુ સુવિધા ઊભી થાય તેવા પ્રયત્નો અમે ચાલુ રાખશુ તેમ જણાવ્યું હતું.