આંબરડી ગામે મૌસમ નો પ્રથમ વાવણી લાયક વરસાદ પડ્યો

આંબરડી,
ચોમાસાના પ્રારંભે જ અમરેલી જિલ્લાના મોટા ભાગના પંથકોમાં સારો એવો વરસાદ પડ્યો છે તો ક્યાંક છૂટાછવાયા છાંટા રૂપે વરસાદ પડી રહ્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની ખેડૂતો હજુ રાહ જોઈને બેઠા છે. ત્યારે સાવરકુંડલા નું આંબરડી ગામ ચોમાસાના પ્રારંભથી જ વાવણી લાયક વરસાદ થી વંચિત હતું.વહેલી સવારે ધોધમાર વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીની જોવા મળી હતી, બપોર બાદ સાંજના સમયે પણ હળવો વરસાદ પડ્યો હતો, કૃષ્નગઢ સહિત ઉપરવાસ માં સારો વરસાદ પડતાં સીમ વિસ્તાર સહિતનું પાણી આવતા આંબરડી ગામ વચ્ચે થી પસાર થતી નેવડી નદી માં વગર વરસાદે પુર આવ્યું હતું. પ્રથમ પડી ગયેલા વાવણી લાયક વરસાદ થી ખેડૂતોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદી, નાળા છલકાયા હતા તો આંબરડી અને અભરામપરા વચ્ચે કોઝવે ના ભૂંગળા તૂટી જતા રસ્તો બ્લોક થઇ ગયો હતો.