સાવરકુંડલાનાં જેસર રોડ ઉપર પીજીવીસીએલના કર્મચારીએ દુકાન પર બેઠેલા યુવાનને કચડી નાખ્યો

સાવરકુંડલા,
સાવરકુંડલા જેસર રોડ ઉપર પીજીવીસીએલ ના કર્મચારી દ્વારા દુકાન પર બેઠેલા યુવાન ને કચડી નાખ્યો ની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સાવરકુંડલા ના જેસર રોડ પર આવેલ પીજીવીસીએલ કચેરી ના એક કર્મચારીએ પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરને જ ફોરવીલ લઈને અનુ પુરપાટ ઝડપે આવી રહ્યો હતો ત્યારે અચાનક જ કારે કાબુ ગુમાવતા જેસર રોડ ઉપર આવેલ એક દુકાન પર બેઠેલા યુવાન અલ્પેશભાઈ કીતા ભાઈ પારગી ઉમર વર્ષ 25 જે જે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સરોડી ગામનો હોવાનું જાણવા મળે છે અને વાડી વિસ્તારમાં ભાગ્ય રાખી મજૂરી કરતો હતો તે ને ઉપર કાર ચડી જતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તાત્કાલિક ધોરણે 108 મારફતે તેમને સરકારી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને આ ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી હતી