ખાંભાની મેઇન બજારમાં ખુટીયાનો આતંક

ખાંભા
ખાંભાની મેઇન બજારમાં રખડતા ખુટીયાએ આતંક મચાવ્યો હતો. સવારનાં 9 કલાકે એક બીજા ઉપર હામી થવા 200 મીટરમાં ઝઘડતા ઝઘડતા ફરી વળતા રાહદારીઓ, દુકાનદાર પરેશાન થઇ ગયા હતાં. ભરી બજારમાં ભયનો માહોલ સાથે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.